Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કરોનાના નવા વેરિયન્‍ટ ઓમિક્રનના ગભરાટના કારણે વિશ્વના બજારો પટકાયાઃ ટોચના 10 અબજપતિઅની સંપત્તિમાં 38 અબજ ડોલરનો ઘટાડો

મુકેશ અંબાણીએ 3.68 અબજ ડોલર અને ગૌતમ અદાણીને 12.4 અબજ ડોલરનો ફટકો

નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ગભરાટના લીધે સમગ્ર વિશ્વના બજારો ધડામ કરીને પટકાયા હતા. વાઇરસના આ નવા સ્વરૂપના લીધે બજારો બીમાર થઈ ગયા, પણ વિશ્વના ટોચના દસ અબજપતિઓની સંપત્તિમાં પણ કુલ 38 અબજ ડોલરનો ઘટાડો થયો.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના તાજા આંકડા મુજબ એલન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ, ઝકરબર્ગ, બિલ ગેટ્સ સહિત ટોચના દસ સંપત્તિવાનોની નેટવર્થ 38 અબજ ડોલર (28,44,58,50,00,000)નો ઘટાડો થયો.

દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત યુરોપના દેશો વાઇરસના પ્રભાવના લીધે સમગ્ર વિશ્વમાં એલર્ટ મોડમાં છે. ગયા સપ્તાહે એલન મસ્કને 8. 38 અબજ ડોલરનો ફટકો પડયો. જેફ બેઝોસને 3.90 અબજ ડોલરનો તો બર્નાર્ડ આર્નોલ્ટને 8.26 અબજ ડોલરનો ફટકો પડયો. બિલ ગેટ્સની સંપત્તિમાં 2.68 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

લેરી પેજની સંપત્તિમાં 3.14 અબજ ડોલરનો તો માર્ક ઝકરબર્ગની સંપત્તિને 2.93 અબજ ડોલરનો ફટકો પડયો છે. સર્ગેઇ બ્રિન, સ્ટીવ વોલ્મર, લેરી એલિશન અને વોરેન બફેટની સંપત્તિને પણ એકથી ત્રણ અબજ ડોલરનો ફટકો પડયો છે.

હવે ભારતીય અબજપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીને 3.68 અબજ ડોલરનો ફટકો પડયો છે. સૌથી વધારે નુકસાન ગૌતમ અદાણીને થયું છે. તેને 12.4 અબજ ડોલરનો ફટકો પડયો છે. સાઇરસ પૂનાવાલાને છોડીને ભારતના ટોચના દસ અબજપતિઓની સંપત્તિને ઓમિક્રોને મોટો ફટકો માર્યો છે.

(12:00 am IST)