Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

126 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક ભારતીય બનશે BATA નો બોસ: સંદીપ કટારિયાને કમાન

સંદીપ કટારિયા એલેક્સિસ નસાર્ડને રિપ્લેસ કરશે

નવી દિલ્હી : પ્રખ્યાત ફુટવેર કંપની બાટાની કમાન હવે પહેલીવાર કોઇ ભારતીયના હાથમાં આવી છે. સંદીપ કટારિયાને  બાટા ગ્લોબલના સીઇઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બાટા ઇન્ડિયાના CEOના તેમને કંપનીના ગ્લોબલ  CEO તરીકે બઢતી આપવામાં આવી છે

  સંદીપ કટારિયાને તત્કાલ પ્રભાવથી બાટાના ગ્લોબલ સીઇઓ બનાવવામાં આવ્યા છે. આ નિયુક્ત એટલા માટે ખાસ બની જાય છે કારણ કે બાટાના 126 વર્ષાં ઇતિહાસમાં પહેલીવાર સંદીપ કટારિયા તરીકે એક ભારતીયને આ પદ પર ચુંટવામાં આવ્યા છે. સંદીપ કટારિયા એલેક્સિસ નસાર્ડને રિપ્લેસ કરશે. જે આશરે 5 વર્ષથી આ પદ પર હતા. કટારિયાએ બાટા ઇન્ડિયાને 2017માં CEO તરીકે જોઇન કર્યા હતા.

  આ અગાઉ તેમણે Unilever, Yum Brands અને Vodafone જેવી મોટી કંપનીઓમાં 24 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી ચુક્યા છે. IIT દિલ્હીથી એન્જીનિયરિંગ કરનારા સંદીપ કટારિયા 1993નાં PGDBM XLRI બેંચમાં ગોલ્ડ મેડલ વિજેતા છે

 . સંદીપ કટારિયાને સત્ય નડેલા અને સુંદર પિચાઇના રેંકમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. વર્લ્ડની કેટલીક એવી લીડિંગ કંપનીઓ છે જેને ભારતના લોકો લીડ રન કરે છે. સત્ય નડેલા પ્રસિદ્ધ કમ્પ્યુટર કંપની માઇક્રોસોફ્ટ ના સીઇઓ છે અને સુંદર પિચાઇ આલ્ફાબેટના સીઇઓ છે.

  2017માં જ્યારે સંદીપ કટારિયાએ બાટા ઇન્ડિયામાં સીઇઓ તરીકે પગલું ભર્યું છે. ત્યાર બાદ તેમના નેતૃત્વમાં બાટા ઇન્ડિયાએ પોતાની કમાણી બમણી તઇ ચુકી હતી. બાટાએ પોતાનું ધ્યાન ખાસ કરીને યંગ ગ્રાહકો પર કેન્દ્રીત કર્યું છે. તેમણે 'Surprisingly Bata' જેવા કેમ્પેઇનથી બાટાની છબી બદલવાનો પ્રયાસ કર્યો. 2019-20માં બાટા ઇન્ડિયાની રેવન્યુ 3053 કરોડ રૂપિયા અને નેટ પ્રોફિટ 327 કરોડ રૂપિયા હતું. પોતાની આ પ્રગતિ પર તેમણે કહ્યું કે, હું બાટાની સફળતાથી સન્માનિત અનુભવી રહ્યો છું. બાટાના 120 વર્ષનાં વિશ્વનાં 'shoemakers' વાળા ગૌરવશાળી ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવવાની દિશામાં આગળ પણ કામ કરતો રહીશ

(8:44 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST