Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર વાય.એસ. જગન મોહન રેડ્ડી વિરુદ્ધ કરાયેલી જાહેર હિતની અરજી નામંજૂર : સુપ્રીમ કોર્ટના જજની કરેલી ટીકા અંગે તપાસ કરવાની માંગણી કરી હતી

ન્યુદિલ્હી : આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર જગન મોહન રેડ્ડી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી  નામંજૂર કરાઈ છે.તેમણે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એન.વી.રામાના વિષે ટીકા કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબ સુપ્રીમ કોર્ટ કે તેના જસ્ટિસની ટીકા આર્ટિકલ 121 ના ભંગ સમાન છે.રેડ્ડીને તેમના જાહેર નિવેદનો માટે  નિયંત્રણમાં રાખવાની જરૂર છે.તેઓ EMS નામ્બુદ્રીપાદ કેસ મામલે  આવું નિવેદન કરી શકે નહીં .

ચીફ મિનિસ્ટર રેડ્ડી વિરુદ્ધ ત્રણ જુદી જુદી પિટિશનની એકસાથે થઇ રહેલી સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે જણાવ્યું હતું કે તમે વર્તમાનપત્રોમાંથી તમને ગમતી હોય તેવી વાત પસંદ કરી લ્યો છો. એકસો વ્યક્તિઓનો  કોઈ  પ્રતિનિધિ તમામે તમામને સંતુષ્ટ કરી શકે નહીં .બધા લોકોએ બધી બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં .આવી કવાયતનો કોઈ અંત નથી. ખંડપીઠે આરોપોને પાયા વગરના ગણાવ્યા હતા .તથા જણાવ્યું હતું કે રેડ્ડી ઉપર આવા 20 ક્રિમિનલ કેસ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે રેડ્ડીએ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ને પત્ર લખ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટના કોઈ ચોક્કસ જસ્ટિસને આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી વિરુદ્ધ કેસ સોંપવામાં આવે છે તેવી રાવ કરી હતી. તથા આ અંગે જસ્ટિસ એન.વી.રામાના વિષે ટીકા કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)