Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આપણે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ મૂકીએ છીએ પણ તેમના સિદ્ધાંતોનો અમલ કરીએ છીએ ખરા ? : આપણે તેમનું નામ લેવા માટે પણ લાયક નથી : તમે નવી નવી પ્રતિમાઓ મુકવાની મંજૂરી શા માટે આપો છો ? : આપણાં મનમાં જે તે મહાપુરુષ માટે આદર હોય તે પૂરતું છે : આપણે તેમના સિદ્ધાંતોનો અમલ કરીએ તે બાબત કાફી છે : દેશમાંથી આ પુતળા ક્લચર નાબૂદ કરવાની જરૂર છે મદ્રાસ હાઇકોર્ટની મૌખિક ટકોર

મદુરાઈ : મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બ્રાન્ચે તાજેતરમાં એક પિટિશન મામલે મૌખિક ટકોર કરતા જણાવ્યું હતું કે આપણે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ મૂકીએ છીએ પણ તેમના સિદ્ધાંતોનો અમલ કરીએ છીએ ખરા ? આપણે તેમનું નામ લેવા માટે પણ લાયક નથી.

નામદાર જજશ્રીએ ઉમેર્યું હતું કે તમે  નવી પ્રતિમાઓ મુકવાની મંજૂરી શા માટે આપો છો ?  આપણાં મનમાં જે તે મહાપુરુષ માટે આદર હોય તે પૂરતું છે .આપણે તેમના સિદ્ધાંતોનો અમલ કરીએ તે બાબત કાફી છે .

ખાસ કરીને રાજકીય મહાનુભાવોની પ્રતિમા ચૂંટણી જીતવા માટે મુકાતી જોવા મળે છે. તેમના સિદ્ધાંતોનો ભાગ્યે જ અમલ થતો જોવા મળે છે.પછી તેની સારસંભાળ લેવાને બદલે નુકશાન પહોંચાડતું જોવા મળે છે. ખાસ કરીને મહાત્મા ગાંધી ,તિરુવલ્લુવર ,બી. આર આંબેડકર ,સહિતના મહાપુરુષોની પ્રતિમાઓ કોઈ સમયે ખંડિત થતી જોવા મળે છે. રાજકીય આંદોલનો વખતે પ્રતિમાઓ સળગાવી દેવાતી હોવાના પણ દાખલાઓ છે. કોઈ મહાપુરુષને તેમની હયાતી પછી આવી કેદમાં પૂરવાનો શું મતલબ છે.દેશમાંથી આ પુતળા ક્લચર નાબૂદ કરવાની જરૂર છે.

જોકે અંતે નામદાર કોર્ટે નોટિસ આપવા સંમતિ આપી હતી.આગામી મુદત 14 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)