Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવી દીધો : અભયભાઈ નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે. અભયભાઈ  ભારદ્વાજ કોરોના સંક્રમિત હતા અને ફેફ્સામાં તકલીફ થતા રાજકોટથી ચેન્નાઇ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અભયભાઈ ભારદ્વાજના નિધન અંગે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ લખ્યુ, “ગુજરાત રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા. તે દુખદ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવી દીધો છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર, તેમના પરિવાર અને મિત્રોને સંવેદના

(6:41 pm IST)
  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૪૯૩૦ નવા કોરોના કેસ નોંધાયા: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4,930 નવા કોરોના કેસ, 6290 રિકવરી અને 95 મૃત્યુ નોંધાયા છે access_time 9:24 pm IST

  • દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે : ભારતનું દિલ્હી બીજા ક્રમે : નેપાળની રાજધાની કાઠમંડુ ત્રીજા ક્રમે : વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરો પૈકી પ્રથમ ત્રણ સાઉથ એશિયાના : યુ.એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સનો સર્વે access_time 11:53 am IST