Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

" ફેસબુક ફ્રેન્ડ " : કોઈ સરકારી અધિકારી પોતાના ફેસબુક ફ્રેન્ડને ગેરકાયદે કામમાં મદદરૂપ થાય તે બાબત માની શકાય તેવી નથી : પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાવી આપવાની પિટિશન પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : પોતાના ક્લિનિકમાં દાંતની સારવાર માટે આવેલી એક મહિલાએ સારવાર નિષ્ફ્ળ ગઈ છે તેવા આરોપસર 50 લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું અને ધમકી આપી હતી કે તે  સીબીઆઈના પૂર્વ સ્પેશિઅલ ડિરેક્ટર રાકેશ અસ્થાના તથા આઈજીપી તાજ઼િન્દર લુથરા સાથે પારિવારિક સબંધ ધરાવે છે.

 પિટિશનરે આક્ષેપ કર્યો હતો કે આ મહિલાના કહેવાથી ઉપરોક્ત સરકારી અધિકારીઓએ ચંદીગઢની વહીવટી ઓફિસમાં પોતાની વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધવાની સૂચના આપી હતી.

આથી તેણે પણ એફઆઈઆર નોંધાવી હતી.તથા પોલીસ તપાસ બીજા પોલીસ સ્ટેશનમાં ફેરવવાની માંગણી કરી હતી.તેમજ આ મહિલાને  ઉપરોક્ત સરકારી અધિકારીઓ  સાથે નિકટતા હોવા અંગે તેઓની સાથે મહિલાએ ઈમેલથી વાત કર્યાના તથા ફેસબુક મિત્રતાના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.

પરંતુ નામદાર કોર્ટે આ બાબત અસ્વીકાર્ય ગણાવી હતી તથા જણાવ્યું હતું કે માત્ર કોઈ વ્યક્તિ ફેસબુક ફ્રેન્ડ હોય એટલે ગેરકાયદે કામમાં આવા મિત્રને મદદરૂપ થાય તે બાબત માની શકાય તેવી નથી.તેથી આવા કારણસર કેસ ટ્રાન્સફર કરવાની બાબત માન્ય રાખી શકાય નહીં .પિટિશન ફગાવી દેવાઈ હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)
  • ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૪૯૩૦ નવા કોરોના કેસ નોંધાયા: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4,930 નવા કોરોના કેસ, 6290 રિકવરી અને 95 મૃત્યુ નોંધાયા છે access_time 9:24 pm IST

  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST