Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

યુવા નિર્માતા જૈકી ભગનાની અને દીપશિખા દેશમુખ દ્વારા પૂજા એન્ટરટેન્ટમેન્ટ ઉપરાંત એક એપ્લિકેશન પણ લોન્ચ : હવે નુપુર સેનનને સિલ્વર સ્ક્રીન ઉપર લાવવાની તૈયારી

મુંબઈ:::યુવા નિર્માતા જૈકી ભગનાની અને દીપશિખા દેશમુખ પૂજા એન્ટરટેન્ટમેન્ટ ને ઝડપથી આગળ લઈ જઈ રહ્યા છે. તેમની પાસે સુંદર વાર્તાઓની સાથોસાથ ટેલેન્ટને  પણ મહત્વ આપવાનો પ્રયાસ કરે છે જેના કારણે ઉગતી પ્રતિભાઓને પ્રોત્સાહન મળે છે.

આ વર્ષના પ્રારંભે યુવા નિર્માતા જૈકી ભગનાની અને દીપશિખા દેશમુખ  દ્વારા પૂજા એન્ટરટેન્ટમેન્ટ ઉપરાંત એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે અને હવે નુપુર સેનનને  સિલ્વર સ્ક્રીન ઉપર લાવવાની તૈયારીમાં લાગી ગયા છે.

અક્ષયકુમારની સામે પોતાનો સુપર સફળ સંગીત વિડીયો તાજેતરમાં નુપુર સેનને આત્મવિશ્વાસ અને પોતાની પ્રતિભાનુ પ્રદર્શન કરીને રજૂ કર્યો હતો.પૂજા એન્ટરટેન્ટમેન્ટ યુવા અભિનેત્રીઓને લોન્ચ કરવા માટે એક મંચ આપે છે તેમના તરફથી જુદા જુદા વર્કશોપ ના માધ્યમથી કેમેરાની સામે કેવી રીતે પ્રદર્શન કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે જેના કારણે હમણાં થોડા દિવસોથી પૂજા એન્ટરટેન્ટમેન્ટની ઓફિસમાં નૂપુર વારંવાર જોવા મળે છે.

પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે નુપુરે પોતાના સંગીત વીડિયોમાં ભારે ક્ષમતા બતાવી છે જેના કારણે દર્શકોની સાથો સાથ  જૈકી ભગનાની  પણ ખૂબ જ પ્રભાવિત થયા છે. જૈકી ભગનાની  અને દીપશિખા દેશમુખના નિર્ણયની સાથોસાથ પૂજા એન્ટરટેન્ટમેન્ટની ટીમ, પ્રોડક્શન હાઉસ એ નુપુર ને પોતાના શો માલ લાવવાનો નિર્ણય કર્યો છે અને ટૂંક સમયમાં જ તે ઈન-હાઉસ પ્રોડક્શનમાં કામ કરશે. હાલમાં નુપુર પણ તૈયારી કરી રહી છે.

(4:13 pm IST)