Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આજથી બેન્કીંગ - ભારતીય રેલવે - વિમા પોલિસી સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી તા. ૧ : કેલેન્ડર વર્ષનો અંતિમ મહિનો શરૂ થઈ ચૂકયો છે. આ મહિનાના પ્રથમ દિવસ એટલે કે આજથી સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથેના અનેક નિયમો બદલાઈ ચૂકયાં છે. આ ફેરફાર બેંકિંગથી લઈને ભારતીય રેલવે અને વીમા પોલિસી સાથે સંકળાયેલા છે. જે તમારે જાણવા જરૂરી છે, તો ચાલો તમને જણાવીએ આજથી કેવા પ્રકારનું પરિવર્તન થઈ રહ્યું છે.

.  PNB 2.0 OTP બેસ્ડ સુવિધા

-  આજથી PNB 2.0 OTP બેસ્ડ કેશ વિદડ્રોઅલ સુવિધા શરૂ થઈ જશે

-  આજે રાત્રે ૮ વાગ્યાથી સવારે ૮ વાગ્યા વચ્ચે PNB 2.0 ATMથી એક

   વખત ૧૦ હજાર કરતાં વધુ કેશ ઉપાડવા પર OTP નાંખવાનો રહેશે.

-  જેનો અર્થ એ થયો કે, જો તમારે મોડી રાત્રે પૈસાની જરૂર પડશે, તમારે

   ATMમાં તમારી સાથે તમારો મોબાઈલ લઈને જવું પડશે.

.  ૨૪ કલાક મળશે RTGS સર્વિસ

-  આજથી તમને RTGSની સર્વિસ અઠવાડિયાના ૭ દિવસ ૨૪ કલાક માટે મળશે

-  RBI તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી.

-  હવે આજથી તમે ગમે ત્યારે કોઈને પણ મની ટ્રાન્સફર કરી શકશો.

-  અગાઉ RTGS સર્વિસ મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં સપ્તાહના તમામ વર્કિંગ ડેમાં સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ હતા.

.  રેલવેની નવી ટ્રેનો આજથી શરૂ

-  ઈન્ડિયન રેલવે દ્વારા આજથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

-  કોરોના કાળમાં રેલવે તરફથી અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

-  નવી ટ્રેનોમાં ઝેલમ એકસપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે.

-  ૦૧૦૭૭/૭૮ પૂણે-જમ્મુતાવી પૂણ-ઝેલમ સ્પેશિયલ નામની ટ્રેન છે.

-  ૦૨૧૩૭/૩૮ મુંબઈ-ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન રોજ ચાલશે

.  પોલિસી પ્રીમિયમમાં પરિવર્તન

-  પોલિસીધારકોને આજથી અનેક રાહત મળી ગઈ છે.

-  ૫ વર્ષ બાદ વીમા ધારક પ્રીમિયમની રકમને ૫૦ ટકા સુધી ઘટાડી શકશે

-  કોરોના કાળમાં આવક ઓછી થયા બાદ આ પરિવર્તનથી ખૂબ જ રાહત થશે.

-        અડધા હપ્તા સાથે પણ પોલિસી ચાલુ રાખી શકાશે.

(3:29 pm IST)