Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઔદ્યોગિક ક્ષેત્રે મંદીઃ નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ PMI ૩ માસને તળિયે

PMI ઇન્ડેકસ નવેમ્બરમાં દ્યટીને ૫૬.૩ થઇ ગયો છે જે ઓકટોમ્બરમાં ૫૮.૯ હતો

નવી દિલ્હી, તા.૧: દેશની મેન્યુફેકચરિંગ પ્રવૃતિમાં ફરીવાર દ્યટાડો નોંધાયો છે. કારખાના ઓર્ડર,નિકાસ અને ખરીદીમાં ઘટાડાને અકરને દેશની મેન્યુફેકચરિંગ એકિટવિટી નવેમ્બરમાં ત્રણ માસના તળિયે પહોંચી ગઈ છે. આજે જારી કરવામાં આવેલ એક માસિક સર્વેમાં આ માહિતી મળી છે. આઈએચએસ માર્કિટ ઇન્ડિયાનો PMI ઇન્ડેકસ નવેમ્બરમાં દ્યટીને ૫૬.૩ થઇ ગયો છે જે ઓકટોમ્બરમાં ૫૮.૯ હતો.આ ત્રણ માસનું સૌથી નીચલું સ્તર છે. આ આંકડાઓથી માહિતી મળે છે કે દેશમાં મેન્યુફેકચરિંગ એકિટવિટી મજબૂત બની છે જોકે નવેમ્બરમાં તેની ઝડપ દ્યટી છે. પીએમઆઈનો ૫૦ ટકાથી વધુનો આંકડો વૃદ્ઘિ જયારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે.

આઈએચએસ માર્કિટના એસોસિએટ નિદેશક (ઇકોનોમિકસ) પોલિયાના ડિ લિમાએ કહ્યું છે કે ભારતનું મેન્યુફેકચરિંગ સેકટર સુધારાના સાચા માર્ગ પર છે. નવેમ્બરમાં પણ મેન્યુફેકચરિંગ સેકટરના નવા ઓર્ડરો અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ઘિ થઇ છે.લિમાએ કહ્યું હતું કે મેન્યુફેકચરીગ એકિટવિટીના વિસ્તાર દરમાં દ્યટાડો થવો તે ઝાટકો નથી. આ આંકડો ઓકટોમ્બરના આશરે એક દશકના ઉચ્ચસ્તર બાદ થોડો નીચે આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના કેસોમાં વધારો અને તેને કારણે સંભવિત લોકડાઉનથી આ સુધારો પ્રભાવિત થઇ શકે છે. સર્વે અનુસાર નવેમ્બરમાં નવા ઓર્ડરોનું વૃદ્ઘિની ઝડપ ત્રણ માસમાં સૌથી ઓછી રહી છે. લીમાએ કહ્યું હતું કે કંપનીઓનું કહેવું છે કે નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ એકિટવિટીના વૃદ્ઘિમાર્ગમાં રોગચાળો સૌથી મોટો અવરોધ બન્યો હતો.

કોરોના વાયરસને કારણે પેદા થયેલ અનિશ્યિતતાથી કારોબારી વિશ્વાસ પણ દ્યટ્યો છે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગળ ઉત્પાદનમાં વૃદ્ઘિનું અનુમાન છે પરંતુ જાહેર નીતિઓને લઈને ચિંતા,રૂપિયામાં દ્યટાડો અને કોરોના રોગચાળાને કારણે થોડો વિશ્વાસ દ્યટ્યો છે.બીજી તરફ બેરોજગારીની સમસ્યા પણ વધી રહી છે કેમ કે કંપનીઓએ છટણી ચાલુ રાખી છે.

કંપનીઓ પોતાનો પક્ષ મુકત કહી રહી છે કે સામાજિક અંતરના દિશાનિર્દેશોના પાલન માટે તેણે પોતાના કર્મચારીઓની સંખ્યામાં દ્યટાડો કરવો પડ્યો છે. નવેમ્બરમાં પણ છટણીનો આંકડો ઓકટોમ્બરના સમાન રહ્યો હતો.લિમાએ કહ્યું હતું કે રોજગારમાં દ્યટાડાનું પ્રમાણ સતત ચાલુ છે.જોકે તેનું કારણ છે કે સરકારની ગાઈડલાઈનના પાલન માટે કર્મચારીઓની સંખ્યામાં દ્યટાડો કરવો પડી શકે છે. આ વચ્ચે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ભારતીય અર્થવ્યસ્થામાં દ્યટાડાની ઝડપ દ્યટીને ૭.૫ ટકા રહી ગઈ છે. પ્રથમ કવાર્ટર દરમિયાન ભારતીય અર્થવ્યસ્થામાં ૨૩.૯ ટકાનો દ્યટાડો થયો હતો.

(3:27 pm IST)