Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પ મહિનાના નીચલા સ્તરે ભાવ

વેકસીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ

હાજર સોનું ૦.૮ ટકા તૂટીને ૧,૭૭૪.૦૧ ડોલર પ્રતિ આઉન્સ પર આવી ગયું હતું

નવી દિલ્હી, તા.૧: દેશમાં કોરોના વેકસીન આવવાની આશા ઊભી થતાં અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શકયતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વેકસીનની આશાએ સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓને પ્રભાવિત કરી છે. ગોલ્ડ નો ભાવ ૫ મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં રોકાણકારો સોનામાંથી રોકાણ પરત ખેંચીને શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 દુનિયાભરના બજોરોનું પ્રદર્શન સુધરી રહ્યું છે - નોંધનીય છે કે, વેકસીનના કારણે આર્થિક સુધારને લઈ ઊભા થયેલા આશાવાદથી દુનિયાભરના શેર બજારોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. સોમવારે હાજર સોનું ૦.૮ ટકા તૂટીને ૧,૭૭૪.૦૧ ડોલર પ્રતિ આઉન્સ પર આવી ગયું અને આ પ્રકારે આ મહિનામાં સોનામાં ૫.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ કિંમતી ધાતુએ કારોબારી સત્ર દરમિયાન ૨ જુલાઈ બાદના સૌથી નીચલા સ્તર પર ૧,૭૬૪.૨૯ ડોલર પ્રતિ આઉન્સ પણ સ્પર્શી લીધું હતું.

 ડોલર, ટ્રેઝરીથી પથ થઈ રહી છે નિકાસી - અમેરિકન ગોલ્ડ ફ્યૂચર ૦.૬ ટકા તૂટીને ૧,૭૭૧.૨૦ ડોલર પ્રતિ આઉન્સ પર આવી ગયું. એકસપર્ટ ક્રેગ અરલમે કહ્યું કે, વેકસીનના સમાચારથી બજારમાં દ્યણો આશાવાદ જોવા મળ્યો છે અને અમે ડાઙ્ખલર, ટ્રેઝરીની જેમ સુરક્ષિત સ્થળે પરિસંપત્ત્િ।ઓથી કેટલીક નિકાસી જોવા મળી રહી છે અને આ ચીજો સોનાના ભાવમાં પ્રતિબંધિત થઈ છે.

 એકસપર્ટ્સ શું કહે છે? - આરબીસી વેલ્થ મેનેજમેન્ટના પ્રબંધ નિદેશક જયોર્જ જીરોએ કહ્યું કે રોકાણકારો સોનામાંથી પોતાના નાણા પરત ખેંચી રહ્યા છે. રોકાણકારોને આશા છે કે વેકસીન આવ્યા બાદ બજારમાં સારો વધારો જોવા મળી શકે છે અને સંક્રમણથી પણ રાહત મળશે.

 જાણો ચાંદીમાં કેટલો ઘટાડો થયો - મંથલી આધાર પર ચાંદીમાં ૫.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સોમવારે ચાંદી ૧.૬ ટકા ઘટીને ૨૨.૩૪ ડોલર પ્રતિ ઓન્સ પર આવી ગઈ હતી. પ્લેટિનમની વાત કરીઅએ તો તે ૧.૩ ટકા વધીને ૯૭૫.૮૪ ડોલર પર આવી ગયું હતું. જયારે પેલેડિયમ ૦.૭ ટકા ઘટીને ૨,૪૦૭.૫૧ પર આવી ગયું.

(3:26 pm IST)