Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના સંક્રમિત વ્યક્તિના ઘર ઉપર બોર્ડ લગાવવું તે બાબત સંક્રમિત વ્યક્તિ માટે હીણપત અનુભવવા સમાન છે : સમાજ તેનાથી દૂર થવા લાગતા માનસિક રોગ થવા લાગે છે : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં દલીલો : બોર્ડ ન લગાવ્યું હોય તેવા સંક્રમિત ઘરમાં સંબંધીઓના પ્રવેશથી કોરોના ફેલાવાનો ભય : કેન્દ્ર સરકારની દલીલ : આગામી સુનાવણી 3 ડિસેમ્બરના રોજ

ન્યુદિલ્હી : કોરોના સંક્રમિત વ્યક્તિના ઘર ઉપર બોર્ડ લગાવવું તે બાબત સંક્રમિત વ્યક્તિ માટે હીણપત અનુભવવા સમાન છે  તેમજ આવા બોર્ડને હિસાબે  સમાજ તે ઘર અને પરિવારથી  દૂર થવા લાગતા માનસિક રોગ થવા લાગે છે.તેથી આવું બોર્ડ ન લગાવવું જોઈએ તેવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે.જે અમુક રાજ્યોમાં બોર્ડ લગાવવાનો નિયમ હોવાથી તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે.

ઉપરોક્ત પિટિશનના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે ઘર ઉપર બોર્ડ ન હોય તો આ બાબતથી અજાણ સબંધીઓ ઘરમાં આવી શકે છે.જેને લીધે કોરોના સંક્ર્મણ વધી શકે છે.તેથી સાવચેતીના પગલાં રૂપે બોર્ડ લગાવવાનું નક્કી કરાયું છે.તેમછતાં આવું  બોર્ડ લગાવવા માટે રાજ્ય સરકાર ઉપર કોઈ દબાણ નથી.

પિટિશનમાં કરાયેલી દલીલ મુજબ વાસ્તવિકતા જુદી છે અને નિયમ અલગ વસ્તુ છે. બોર્ડ લગાવવાથી સંક્રમિત વ્યક્તિ અસ્પૃશ્ય અથવા તો નાત બહાર મુકાઈ ગયા હોવાનો અનુભવ કરે છે.વ્હોટ્સ એપ ગ્રુપમાં પણ આવા નામો જાહેર થવા તે બાબત વ્યક્તિના પ્રાઇવસી એક્ટના ભંગ સમાન છે.આવી વ્યક્તિ સમાજમાં ચર્ચા અને ગોશીપનો વિષય બની જતી જોવા મળે છે.વ્યક્તિને સમાજ જીવનથી અલગ પાડી દેવાનું કામ 18 મી સદીના નિયમ જેવું છે.

આગામી સુનાવણી 3 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(3:18 pm IST)