Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બંગાળની ખાડીની સિસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તીત થશેઃ જેનું નામ હશે 'બુવેરી'

તામિલનાડુ- પોન્ડીચેરી- કેરળ- આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડશે, હાઈએલર્ટઃ હવામાન ખાતુ

નવીદિલ્હીઃ તામિલનાડુના લોકો હજુ વાવાઝાડુ 'નિવાર'થી થયેલ ખુંવારીને હજુ ભુલ્યા પણ નથી. ત્યાં વધુ એક વાવાઝોડુ ઉદ્દભવી રહ્યું છે. દેશના દક્ષિણના રાજયોમાં આ વાવાઝોડુ ત્રાટકી શકે છે. આ વાવાઝોડાનું નામ 'બુવેરી' રાખવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ તામિલનાડુ, પોન્ડીચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં હવાનું દબાણ બની ગયું છે. જે ૨૪ કલાકમાં વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તીત થશે. આ વાવાઝોડુ આવતીકાલે તા.૨ ડીસેમ્બરના તામિલનાડુ પહોંચી શકે છે. તા.૩ આસપાસ પશ્ચિમના વિસ્તારોમાં આગળ વધી શકે છે. ત્યારબાદ કોમોરિન ક્ષેત્રમાં પહોંચી શકે છે. જેની અસરથી તામિલનાડુ, પોન્ડીચેરી અને કરાઈકલમાં ૩ ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ અને ભારે વરસાદના પગલે એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

(2:45 pm IST)