Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મુંબઇમાં ગુજરાત-રાજસ્થાનથી વધુ કોરોના દર્દી આવી રહ્યા છે

મુંબઇ, તા. ૧ : અનલોક બાદ મુંબઇ આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે પરપ્રાંતીય પ્રવાસીઓનું રેલવે સ્ટેશનો, એરપોર્ટ અને ચેકનામાઓ પર કોરોના ટેસ્ટની પાલિકાએ શરૂઆત કરી છે. બહારથી આવનારાઓમાં ગુજરાત અને રાજસ્થાનથી આવતા પ્રવાસીઓમાં કોરોનાગ્રસ્તોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

એડીશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે પરરાજયમાંથી ટ્રેન દ્વારા આવતા પ્રવાસીઓની સ્ટેશનો પર તપાસ કરવામાં આવે છે. દરરોજ સરેરાશ ૧૦ કોરોનાના દરદીની નોંધ થાય છે. આમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાનું જોવા મળ્યું છે. એટલે આ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ બે રાજય પછીના ક્રમે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ આવે છે.

(2:43 pm IST)