Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ખેડૂત આંદોલનના વિશ્વભરમાં પડઘા : કેનેડાના પીએમ સહીત યુ.કે, અમેરિકાના નેતાઓએ ખેડૂતોનું કર્યું સમર્થન

યુકે, કેનેડા અને અમેરિકાના નેતાઓએ ખેડૂતોનું સમર્થન કર્યુ અને પ્રદર્શન સામે લડવાને લઇને મોદી સરકારની ટિકા કરી

નવી દિલ્હી : મોદી સરકારના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ભારત બહાર પણ કેટલાક નેતાઓનું સમર્થન મળ્યુ છે. યુકે, કેનેડા અને અમેરિકાના આ નેતાઓએ ખેડૂતોનું સમર્થન કર્યુ છે અને પ્રદર્શન સામે લડવાને લઇને મોદી સરકારની ટિકા કરી છે

આ નેતાઓમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોનું નામ પણ સામેલ છે. જસ્ટિન ટુડોએ કહ્યુ, “જો હું ખેડૂતો દ્વારા પ્રદર્શન વિશે ભારતથી આવી રહેલા સમાચારો પર ધ્યાન આપવાનું શરૂ ના કરત તો બેદરકારી હોત, સ્થિતિ ચિંતાજનક છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના અધિકારોની રક્ષા માટે કેનેડા હંમેશા ઉભુ રહેશે. અમે પોતાની ચિંતાઓને રેખાંકિત કરવા માટે ભારતીય ઓથોરિટીનો સંપર્ક કર્યો છે.

લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ ખેડૂતોને મારવાનો ઉલ્લેખ કરતા ટ્વીટ કરી કહ્યુ છે, “હું આપણા પરિવાર અને મિત્રો સહિત પંજાબ અને ભારતના અન્ય ભાગના ખેડૂતો સાથે ઉભો છું, જે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે.”

લેબર પાર્ટીના જ સાંસદ જોન મેકડોનેલે કહ્યુ છે, “હું તનમનજીત સિંહ ધેસી સાથે સહમત છું, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ આ રીતનો વ્યવહાર અસ્વીકાર્ય છે અને ભારતની પ્રતિષ્ઠાને ખરાબ કરે છે.”

લેબર પાર્ટીના સાંસદ પ્રીત કૌર ગિલે ટ્વીટ કરી કહ્યુ છે, “દિલ્હીથી ચોકાવનારા દ્રશ્ય. ખેડૂત શાંતિપૂર્વક વિવાદાસ્પદ બિલ (હવે કાયદો)નો વિરોધ કરી રહ્યા છે જે તેમની આજીવિકાને પ્રભાવિત કરે છે, તેમણે ચુપ કરાવવા માટે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

જગમીત સિંહે ટ્વીટ કરી કહ્યુ છે, “ભારત સરકાર દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા ખેડૂતો વિરૂદ્ધ હિંસા કરવી ભયાનક છે. હું પંજાબ અને ભારતના ખેડૂતો સાથે ઉભો છું- અને હું ભારત સરકારને હિંસાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વાતચીત સાથે જોડાવાનો આહવાન કરૂ છું.”

સેન્ટ જોર્ન્સ ઇસ્ટના સાંસદ જૈક હેરિસે ટ્વીટ કરી કહ્યુ છે, “નવા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભારત સરકારના દમનને જોઇને અમે હેરાન છીએ, આ (નવા કાયદા) તેમની આજીવિકા ખતરામાં પડી જશે. ભારત સરકારે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ કરવાની જગ્યાએ ખેડૂતો સાથે વાતચીત કરવી જોઇએ.”

ઓટેંરિયો એસેમ્બલીમાં વિપક્ષના નેતા એન્ડ્રિયા હોરવાથએ ટ્વીટ કરી કહ્યુ, “હું ભારતમાં ખેડૂતો સાથે ઉભી છું, જે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે, સાથે સાથે અહી ઓટેંરિયોમાં તેમના પ્રિયજનો, જે હિંસાને જોઇ રહ્યા છે”, તેમણે કહ્યુ કે દરેક કોઇને સ્ટેટની હિંસાના ડર વગર પોતાના લોકતાંત્રિક અધિકારોના ઉપયોગની તક મળવી જોઇએ.”

ઓટેંરિયો પ્રોવિંશિયલ પાર્લિયામેન્ટમાં બ્રેમ્પટન ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરનારા ગુરરતન સિંહે સદનમાં જ ખેડૂતોના પ્રદર્શન પર વાત કરી હતી, તેમણે કહ્યુ, “ભારતમાં ખેડૂતો પર હુમલો થઇ રહ્યો છે…માટે હું આ સદનને ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા અન્યાયપૂર્ણ કાયદા વિરૂદ્ધ ખેડૂતો સાથે ઉભા થવા માટે કહી રહ્યો છું.”

બ્રેમ્પટન સેન્ટરમાં MPP સારા સિંહે ટ્વીટ કરી કહ્યુ છે, “પંજાબના એક ખેડૂતની ગ્રેંડડૉટર રીતે, હું ખેડૂતો સાથે ઉભી છું જે પોતાની આજીવિકાને બચાવવાની લડાઇ લડી રહ્યો છે અને નુકસાન પહોચાડનારા કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.”

વકીલ અને રિપબ્લિકન પાર્ટી ઓફિશિયલ હરમીત ઢિલ્લોએ ટ્વીટ કરી કહ્યુ છે કે ભારત સરકારના કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર હુમલો જોઇને “તેમનું દિલ તૂટી જાય છે” તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે તે ખેડૂતોને સાંભળે અને તેમની સાથે મુલાકાત કરે.

(1:13 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • ઉર્મિલા માતોંડકરની રાજનીતિની બીજી ઇનીંગ : હવે શિવસેનામાં જોડાઇ : ઉધ્ધવની હાજરીમાં પ્રવેશ access_time 3:21 pm IST

  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST