Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મુંબઈના કુર્લાના સબીનાલા પરિસરમાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ

એનસીબીએ ૫૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત :સબીના ખાન નામની મહિલાની ધરપકડ કરી

મુંબઈમાં નશીલા પદાર્થની હેરાફેરી અને સેવન સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે ત્યારે મુંબઈ પોલીસની ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમે કુર્લાના સબીનાલા પરિસરમાંથી ૫૦ લાખ રૂપિયાનું ૫૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરીને સબીના ખાન નામની મહિલાની ધરપકડ કરી હતી.

 કુર્લા પરિસરમાં સબીનાલા વિસ્તારમાં એમડી ડ્રગ્સની તસ્કરી થતી હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી હતી. આથી ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમે નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. બાતમીદારોની માહિતીના આધારે પોલીસે સબીના ખાનની અટક કરી ઝડતી લેતાં તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાનું ૫૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

 વરલી પોલીસ-સ્ટેશનના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના માર્ગદર્શનમાં પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરતાં તે મુંબઈમાં ડ્રગ્સ-રૅકેટ ચલાવતા કેટલાક લોકોના સંપર્કમાં હોવાનું જણાયું હોવાથી પોલીસે હવે અન્ય લોકોને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે.

 મુંબઈમાં ડીઆરઆઇ વિભાગે પાંચ દિવસ પહેલાં આવી જ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ૧૮ કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. આ મામલામાં ડીઆરઆઇની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી વેસ્ટ આફ્રિકાના એક નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨.૯૩૫ કિલો ગ્રામ કોકેન મળતાં એ જપ્ત કરાયું હતું.

(11:54 am IST)
  • દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે : ભારતનું દિલ્હી બીજા ક્રમે : નેપાળની રાજધાની કાઠમંડુ ત્રીજા ક્રમે : વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરો પૈકી પ્રથમ ત્રણ સાઉથ એશિયાના : યુ.એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સનો સર્વે access_time 11:53 am IST

  • ગુજરાત સચિવાલયના નાણાં વિભાગના સેક્રેટરી આઈએએસ મિલિન્દ તોરવણેને ગુજરાત અલ્કલાઈન્સ અને કેમિકલ લી ,ના મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો વધારો હવાલો સોંપાયો access_time 11:37 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST