Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

તૃણમૂલના ૬૨ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં: ૧૫મી સુધીમા મમતા સરકારનો ઘડો લાડવોઃ ભાજપના સાંસદનો ધડાકો

કોલકત્તાઃ પ.બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છેઃ રાજ્યમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ટક્કર છેઃ આ દરમ્યાન ભાજપના સાંસદ સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે તૃણમૂલના ૬૨ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તેઓ ગમે ત્યારે વંડી ઠેકી જાય તેવી શકયતા છેઃ તેમણે દાવો કર્યો છે કે ૧૫ ડીસેમ્બર સુધીમાં મમતા સરકારને ઘરભેગી કરી દેશુઃ તૃણમૂલ પક્ષને વેરવિખેર કરી નાખીશુઃ અગાઉ તેમણે કહ્યુ હતુ કે રાજ્યપાલ વિધાનસભામાં મમતાને બહુમતી સાબિત કરવાનુ કહી શકે છેઃ તેમણે તૃણમૂલના ૬૨ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનંુ જણાવીને રાજકીય વાવાઝોડુ ઉભુ કરી દીધુ છે

(11:42 am IST)