Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયા સુધીનો વધારો થયો

દિલ્હી,તા.૧ : દેશભરમાં વધતી મોંઘવારીના વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના મોરચા પર ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ જાહેર થયેલા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પણ ણ્ભ્ઘ્ન્, ગ્ભ્ઘ્ન્, ત્બ્ઘ્હ્ય્ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે, ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયા સુધીનો વધારો થયો છે.  છેલ્લીવાર જુલાઈમાં વધ્યા હતા દ્યરેલુ રાંધણ ગેસના ભાવ - આ પહેલા છેલ્લીવાર ૧૪ કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જુલાઈ ૨૦૨૦માં ૪ રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા મોંદ્યો થઈ ગયો હતો, જયારે મે મહિનામાં ૧૬૨.૫૦ રૂપિયા સુધી સસ્તો થયો હતો.

  દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ત્બ્ઘ્ની વેબસાઇટ પર આપેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. જો દિલ્હીની વાત કરીએ તો હજુ ૧૪.૨ કિલોવાળા સબ્સિડીવાળા ગેસ સિલિન્ડર ૫૯૪ રૂપિયામાં મળી રહ્યો છે. બીજી તરફ જો મુંબઈમાં સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવ જોઈએ તો જાણવા મળશે કે ત્યાં પણ ૫૯૪ રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ ચેન્નઇમાં ભાવ ૬૧૦ રૂપિયા છે અને કોલકાતામાં તેના માટે ૬૨૦ રૂપિયા ચૂકવવા પડશે.

 કોમર્શિયલ સિલિન્ડરોના ભાવ વધ્યા- ડિસેમ્બર મહીના માટે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ ૫૬ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. હવે અહીં એક કોમર્શિયલ સિલિન્ડર માટે ૧૪૧૦ રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં ૫૫ રૂપિયાનો વધારો થયો છે. અહીં તેનો ભાવ ૧૨૯૬ રૂપિયા છે. કોલકાતા અને મુંબઈમાં પણ ૫૫ રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ ૧૩૫૧ અને ૧૨૪૪ રૂપિયા છે.

(11:41 am IST)