Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આ તાળું ગેટને ચોરાઇ જતો બચાવવા માટે લગાડયું છે?

નાગપુર સિટી પોલીસે હાલમાં ટવિટર પર એવી એક પ્રોપર્ટીનો ફોટો પોસ્ટ કર્યો છે જેના ગેટ પર તાળું તો લાગેલું છે, પણ ગેટની આસપાસનો આખો ભાગ ખુલ્લો છે અને આખા પરિસરમાં પણ કયાંય કમ્પાઉન્ડ-વોલ નથી. આ ફોટો સાથે નાગપુર પોલીસે લખ્યું છેઃ જયારે તમે તમારો પાસવર્ડ 'પાસવર્ડ' રાખો. નાગપુર સિટી પોલીસનું ટવિટર -હેન્ડલ જે પણ હેન્ડલ કરતું હોય એની સેન્સ ઓફ હ્યુમરને દાદ દેવી પડે.

(11:37 am IST)