Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

દિલ્હીમાં ૭૧ વર્ષ બાદ સૌથી ઠંડો રહ્યો નવેમ્બર

પારો ૮ મી વખત ૧૦ ડિગ્રી નીચે

નવી દિલ્હી,તા. ૧: છેલ્લા દાયકાથી ઠંડી દેશભરમાં કેટલાક શહેરોમાં માઝા મૂકી રહી છે, દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં ઉત્ત્।રભાગમાં આવેલા શહેરોમાં બરફવર્ષા તેમજ ઠંડીનાં મોઝાઓનાં કારણે ઠંડીએ રેકોર્ડ તોડ્યો હોવાનુ જોવા મળી રહ્યુ છે. પરંતુ આ વર્ષે દિલ્હીમાં ૭૧ વર્ષ બાદ નવેમ્બર મહિનો સૌથી ઠંડો રહ્યો હોવાનો હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે.

દેશની રાજધાનીમાં નવેમ્બર મહિનો ૭૧ વર્ષમાં સૌથી ઠંડો રહ્યો. સરેરાશ લઘુત્ત્।મ તાપમાન ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આઇએમડી અનુસાર, ૧૯૪૯ નવેમ્બરમાં સરેરાશ લઘુત્ત્।મ તાપમાન ૧૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડી ડેટા અનુસાર, ૧૯૩૮ નાં નવેમ્બરમાં સરેરાશ લઘુત્ત્।મ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્સિયસ, ૧૯૩૧ માં ૯ ડિગ્રી સેલ્સિયસ અને ૧૯૩૦ માં ૮.૯° સેલ્સિયસ નોંધાયું હતું. સામાન્ય રીતે નવેમ્બરમાં સરેરાશ લઘુત્ત્।મ તાપમાન ૧૨.૯° સેલ્સિયસ નોંધવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરેરાશ લઘુત્ત્।મ તાપમાન ૧૫ જી સેલ્સિયસ, ૨૦૧૮ માં ૧૩.૪° સેલ્સિયસ, ૨૦૧૭ અને ૨૦૧૬ માં ૧૨.૮° સેલ્સિયસ હતું. રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્ત્।ા 'ખૂબ નબળી' કેટેગરીમાં આવી ગઈ હતી અને તાપમાન અને પવનની ગતિ ધીમી થવાને કારણે તે બગડવાની સંભાવનાઓ છે.

આઇએમડીનાં જણાવ્યા અનુસાર, શહેરની વાયુ ગુણવત્ત્।ા સૂચકાંક (એકયુઆઈ) ૩૦૭ નોંધાયું હતું. ૨૪ કલાકની સરેરાશ એકયુઆઈ રવિવારે ૨૬૮, શનિવારે ૨૩૧, શુક્રવારે ૧૩૭, ગુરૂવારે ૩૦૨ અને બુધવારે એકયુઆઈ ૪૧૩ હતું. સોમવારે દિલ્હીનું લઘુત્ત્।મ તાપમાન ૬.૯ ડિગ્રી સેલ્સિયસ હતું. આ મહિનાનો આઠમો દિવસ હતો જયારે લઘુત્ત્।મ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યો હતો.

(9:34 am IST)