Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

દિગ્ગજ દવા કંપનીનો મોડનનો દાવો

વેકસીનનું અંતિમ ટ્રાયલ સફળ : ૯૪% અસરકારક

ભારતમાં તેજીથી કોરોના વેકસીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે

નવી દિલ્હી,તા. ૧: દુનિયાભરમાં કોરોના કેસના મામલે ફરી એકવાર તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતના સમાચાર પણ એ છે કે, અનેક કંપનીઓએ કોરોના વેકસીન બનાવવાનો દાવો કર્યો છે. આ સંદર્ભમાં દુનિયાની દિગ્ગજ દવા બનાવતી કંપનીઓ સ્પૂતનિક અને ફાઈઝર બાદ વધુ એક કંપનીએ કોરોનાથી બચવા માટે કારગત દવા બનાવવામાં સફળતા મેળવી છે. અમેરિકન કંપની મોર્ડનાએ કહ્યું કે, કોરોનાથી બચવા માટે તેમની વેકસીન પોતાની ટ્રાયલમાં ૯૪ ટકા પ્રભાવી રહી છે.

અમેરિકન કંપની મોર્ડના હવે ઈમરજન્સી લાઈસન્સ માટે અમેરિકા (USA), યુરોપ અને યુકે (UK) ના સરકારી માપદંડ પાસે પોતાની રસીના અંતિમ ટ્રાયલના પરિણામોનું રિપોર્ટ મોકવાના અંતિમ તબક્કામાં છે. કંપનીએ કહ્યું કે, તેઓને આશા છે કે, અમેરિકા ખાદ્ય અને ઔષધ વિભાગ ૧૭ ડિસમ્બરે પોતાની બેઠકમાં તેમની વેકસીનના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. 

મોર્ડનના જણાવ્યા અનુસાર, તેમની વેકસીન અંતિમ તબક્કામાં ૯૪.૫ ટકા પ્રભાવી રહી છે. ગત સપ્તાહ આવેલી પરિણામોથી ઉત્સાહિત કંપનીએ જણાવ્યુ કે, બ્રિટનમાં માર્ચ , ૨૦૨૧ સુધી વેકસીન નહિ આવી શકે. મોર્ડના વેકસીન બનાવવા માટે અમેરિકાની સંધીય સરકારથી ૨.૪૮ અરબ અમેરિકન ડોલરનું ફંડ મળ્યું હતું.

ભારતમાં તેજીથી કોરોના વેકસીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ તાજેતરમાં અમદાવાદના Zydus કંપનીના પ્લાન્ટમાં, હૈદરાબાદમાં ભારત Bioteck અને પૂણેમાં Serum Institute ની મુલાકાત લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ કોરોના વેકસીનને લઈને ખુશખબરી આવી શકે છે.

(9:30 am IST)