Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વ્હાઇટ હાઉસના ઉચ્ચ પદ ઉપર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક કરવા જો બિડનની તૈયારી : ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ ડિરેક્ટર તરીકે નિમણુંક આપશે : સેનેટ દ્વારા બહાલી મળશે તો આ હોદા ઉપર સૌપ્રથમ અશ્વેત મહિલાના વિક્ર્મનું સર્જન થશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડન ઇન્ડિયન અમેરિકન  મહિલા સુશ્રી નીરા ટંડનની વ્હાઇટ હાઉસના ઉચ્ચ પદ ઉપર નિમણુંક કરવા  તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.સુશ્રી નીરાને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ ડિરેક્ટર તરીકે નિમણુંક અપાશે.જે વ્હાઇટ હાઉસનો ખુબ ઉંચો અને મહત્વનો હોદ્દો ગણાય છે તેવું સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું છે.

જો યુ.એસ. સેનેટમાં ભારતીય મૂળના મહિલા 50 વર્ષીય  સુશ્રી નીરાની નિમણૂકને બહાલી મળશે તો આ હોદા ઉપર બિરાજમાન થનાર તેઓ સૌપ્રથમ અશ્વેત મહિલા બનશે.હાલમાં તેઓ સેન્ટર ઓફ અમેરિકન પ્રોગ્રેસ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેવું ધ ટ્રિબ્યુન દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)