Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

માતોશ્રીમાંથી સત્તા સંભાળશે ઉદ્વવ ઠાકરે

મુ઼બઇઃ  મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પોતાના આવાસ માતોશ્રી માંથી જ પ્રદેશની સતા સંભાળશે. ઠાકરે પરિવારનું પાંચ દશકા જુનું ઘર હવે મહારાષ્ટ્રની સતાનું કેન્દ્ર બનશે. ઉદ્વવે પોતાના પરિવાર અને સામાન સાથે મુખ્યમંત્રીશ્રીના સત્તાવાર આવાસ 'વર્ષા' માં શિફટ થશે નહી. જો કે મહત્વની બેઠકો સત્તાવાર આવાસે થતી રહેશે.  ૬૦ ના દશકાના શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે પોતાન પરિવાર સાથે બાન્દ્રા ઇસ્ટના કાલાનગર સ્થિત એક પ્લોટમાં શિફટ થયા હતા. શિવસેનાનો જન્મ ૧૯૬૬ માં ઠાકરેના દાદર સ્થિત ઘરે થયો હતો. બાદમાં બાંન્દ્રાનો પ્લોટ વર્ષો સુધી સતાનુ કેન્દ્ર સાબીત થયો હતો.બાલા ઠાકરેને માર્મિક વીકલના સંપાદક તરીકે પ્લોટ મળ્યો હતો.  જયાં આવાસ બનાવી તેનું નામ માતોશ્રી રાખવામાં આવ્યુ હતુ.

(12:42 pm IST)