Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

મુંબઈની એક રેસ્ટોરન્ટમાં મહાનાયક અમિતાભ બચ્ચનના નામની વાનગીઓ પણ પીરસાઈ છે

6 ડિસેમ્બરના દિવસે બિગ બીના ગીતો વગાડીને બિગ બી નાઈટ પણ ઉજવાશે

મુંબઈ : બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન ઘણાં લાંબા સમયથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. હવે આપણે માત્ર પડદા પર જ નહિ ભોજનની થાળીમાં પણ તેમનો જાદુ માણી શકીશુ.

 મુંબઈની એક રેસ્ટોરન્ટ એવી વાનગીઓ તૈયાર કરવા માટે પ્રખ્યાત છે જે બોલીવુડ સાથે સંબંધિત હોય. આ રેસ્ટોરન્ટે તેમનાં મેનુમાં એવી વાનગીઓ ઉમેરી છે જેનો હેતુ બોલીવુડનાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં ગીતો અને ડાયલોગને સન્માનિત કરવાનો છે.

બીગ બીએ હાલમાંજ એમના બોલીવુડમાં 50 વર્ષ પૂર્ણ કર્યાની ખુશીમાં આ રેસ્ટોરન્ટે તેમના ગ્રાહકોને બીગ બીનાં ફિલ્મના ડાયલોગ અને ગીતો પર વાનગીઓ બનાવી પીરસી હતી.

રેસ્ટોરન્ટમાં 'આજ મેરે પાસ પનીરચિલ્લી હે' , 'એ દોસ્તી' , 'જુમ્મા ચુમ્મા દે દે' જેવા નામ ધરાવતી અનેક વાનગીઓની મોજ માણી શકો છો. આ સિવાય 6 ડિસેમ્બરના દિવસે બિગ બીના ગીતો વગાડીને બિગ બી નાઈટ પણ ઉજવવામાં આવે છે. અને અહીંયા ગોગો તુસ્સી ગ્રેટ હો, શાહરુખ નાન, સલમાન પાન, કટ રહી હૈ ના સલાડ, કોફી વિથ ગરમ, આલિયા ભાત, અને અનુપમ ખીર પણ ચાખવા મળશે.

(12:57 am IST)