Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ: ત્રણ સૈન્ય અધિકારીઓ સહિત ચારનાં મોત

ઉત્તરી વજીરિસ્તાનનાં કબાયલી જીલ્લામાં એક રસ્તાના કિનારે બોમ્બ વિસ્ફોટ થયો

પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યુ છે, ત્યારે પાકિસ્તનમાં પણ આતંકીઓ વિસ્ફોટ કરવામાં પાછળ રહ્યા નથી. પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાનનાં કબાયલી જીલ્લામાં એક રસ્તાના કિનારે બોમ્બ વિસ્ફોટમાં સેનાનાં ત્રણ અધિકારીઓ અને એક સૈનિકનું મોત થયુ છે

  સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ, સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, આતંકવાદીઓએ ઉત્તરી વજીરિસ્તાનના ખર્કમાર ક્ષેત્રમાં એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ(આઈડી) દ્વારા સૈન્ય વાહનને ટાર્ગેટ કર્યો હતો. જેને રસ્તા ઉપર પાર્ક કરાયેલી હતી.

(10:51 pm IST)