Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

મહારાષ્ટ્રમાં વિશ્વાસમત બાદ એનસીપી નેતાએ માર્યો ટોણો : કહ્યું, ભાજપને ભાગવાનું બહાનું જ જોઇતું હતું

સરકારના વિશ્વાસમતથી પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો હતો .

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર વિધાનસભાથી ભાગવાનો આરોપ લગાવ્યો છે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકારના વિશ્વાસમતથી પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો હતો . શિવસેના-એનસીપી- કોંગ્રેસ ગઠબંધન સરકારે ગૃહમાં થયેલ મતદાનમાં 169 મતોની સાથે વિશ્વાસ મત હાંસલ કર્યો હતો 288 સદસ્યોના ગૃહમાં મતદાન પહેલા ભાજપાના 105 ધારાસભ્યોએ વૉક આઉટ કર્યો.હતો

  ભાજપના ધારાસભ્યોએ વૉક આઉટ કરતા પહેલા સત્ર આયોજિત કરવા અને પાર્ટીના કાલીદાસ કોલંબકરના સ્થાને કાર્યકારી અધ્યક્ષ તરીકે NCP નેતા દિલીપ વાલ્સે પાટિલની નિમણૂક પર આપત્તિ દર્શાવી હતી  એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મંજૂરી સાથે વાલ્સે પાટિલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. રાજ્યપાલની મંજૂરી બાદ જ સત્ર આયોજિત કરવામાં આવ્યું.

  મલિકે કહ્યું કે, તેઓને ગૃહમાંથી ભાગવા માટે કોઇ બહાનું જોઇતું હતું તેથી આ હંગામો કર્યો. દેવેન્દ્ર જી ને વરિષ્ઠ ભાજપ નેતા એકનાથ ખડસેથી શીખ લેવી જોઇએ કે, એક વિપક્ષી નેતાએ કેવી રીતે કામ કરવું જોઇએ. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ કહ્યું કે ભાજપ વિશ્વાસમતથી ભાગી ગઇ. તેઓએ કહ્યું કે, અમે પૂર્ણ રીતે લોકતંત્રમાં માનીએ છીએ. અમે વિપક્ષની અવાજ દબાવીશું નહીં. અમારા માટે આ ખાનગી લડાઇ નથી. અમે પ્રેમથી તેઓનું હૃદય જીતીશું.

(12:00 am IST)