Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

''મિસ્ટર યુનિવર્સ ૨૦૧૯''નો તાજ સાઉથ કોરીઆ સ્થિત ભારતીય મૂળના બોડી બિલ્ડર ચિથરેશ નટેસનના ફાળે

સાઉથ કોરીઆઃ સાઉથ કોરીઆમાં તાજેતરમાં યોજાઇ ગયેલી ૧૧મી વર્લ્ડ બોડી બિલ્ડીંગ એન્ડ ફીઝીક સ્પોર્ટસ ચેમ્પીઅનશીપ સ્પર્ધામાં ''મિ.યુનિવર્સ ૨૦૧૯''નો તાજ ભારતીય મૂળના બોડી બિલ્ડર ચિથરેશ નટેસનના ફાળે ગયો છે.

સ્પર્ધામાં વિજેતા થવા માટે ઘણો ત્યાગ કરવો પડે છે. તેવું નટેસનએ જણાવ્યું હતું. ખાસ કરીને જંકફુડ, મિઠાઇ, તળેલી વાનગીઓ સહિતની વસ્તુઓ ખાવાની નથી દરરોજ સાડા-પાંચ કલાક જીમ્નેશીઅમમાં ગાળવાના હોય છે.

૩૩ વર્ષીય નટેસન સરકારી નોકરી કરવાની ઇચ્છા ધરાવે છે.

(8:57 pm IST)