Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

હવે બાબા રામદેવ પણ કુદયા :કહ્યું, બજરંગબલી દલિત નથી,બાહ્મણ છે

કર્મના આધારે હનુમાનજી બાહ્મણ છે. યોગી છે. યોદ્ધા છે, ક્ષત્રિય છે.

 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પ્રચારક ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ ભક્ત હનુમાનને દલિત ગણાવ્યા હતાં. ત્યારબાદ હોબાળો થયો હતો. બાદમાં અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદ કુમાર સાયે ભગવાન હનુમાનજીને આદિજાતિના ગણાવ્યા હતાં. હવે પવનપુત્ર હનુમાનની જાતિ પર યોગગુરૂ બાબા રામદેવે નિવેદન આપ્યું છે. રામદેવે હનુમાનજીને બાહ્મણ ગણાવ્યાં છે.

   રામદેવે કહ્યું, ‘બજરંગબલીની જાતિને લઇને કોઈ પણ શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર તેઓ બાહ્મણ જાતિના છે. કારણકે તેઓ ચારે વેદોના મહાન વિદ્વાન પંડિત છે. તેઓ મહાયોગી છે. ભારતીય સંસ્કૃતિમાં જન્મના આધારે જાતિની કોઈ વ્યવસ્થા નથી. કર્મના આધારે હનુમાનજી બાહ્મણ છે. યોગી છે. યોદ્ધા છે, ક્ષત્રિય છે.

(10:15 pm IST)