Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઓક્ટોબરમાં કોર સેક્ટરનો ગ્રોથ ઘટ્યો :આઠ ઇન્ફ્રા સેક્ટરનો વિકાસ ઘટીને ૪.૮ ટકા રહયો

નવી દિલ્હી :ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આઠ ઇન્ફ્રા સેક્ટરનો વિકાસ ઘટીને ૪.૮ ટકા રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર સેક્ટરનો વિકાસ પાંચ ટકા રહ્યો હતો.

 કોર સેક્ટરમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પેદાશો ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. ઓક્ટોબર, ૨૦૧૮માં ખાતરના ઉત્પાદનમાં ૧૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૮ના ઓક્ટોબર મહિનામાં કુદરતી ગેસના ઉત્પાદનમાં ૦.૯ ટકા અને ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.

(12:31 pm IST)