Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બોર્ડર પર વધી મુસ્લિમ વસ્તી : BSF ચિંતામાં!

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં અસાધારણ રીતે ડેમોગ્રાફીમાં થયેલા ફેરફાર અંગે ચિંતા દર્શાવીઃ અન્ય સમુદાયોની ૮થી ૧૦ ટકા જનસંખ્યા વૃધ્ધી સામે મુસ્લિમોની વસ્તી ૨૦ થી ૨૨ ટકા વધી

નવી દિલ્હી તા. ૧ : બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)એ પાકિસ્તાનને અડીને આવેલી રાજસ્થાનની જેસલમેર જીલ્લામાં અસાધારણ રૂપે ડિમોગ્રાફી (જનસંખ્યા)ના બદલતા સમીકરણોને લઈને ઉંડી ચિંતા વ્યકત કરી છે અને તેણે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તેની જાણકારી આપી છે.

બીએસએફના અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, સરહદી વિસ્તારોમાં મુસ્લીમોમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે અને તે પોતાની પારંપારીક રાજસ્થાની ઓળખની જગ્યાએ અરબની પરંપરાઓને વધારે મહત્વ આપી રહ્યાં છે. અહીંના હિંદુ અને મુસલમાનો એમ બંને સમુદાયના લોકો એ વાતનો પણ સ્વિકાર કરી રહ્યાં છે કે તેમની વચ્ચે વાતચીતનો વ્યવહાર પણ ઘટી રહ્યો છે.

તાજેતરમાં જ બીએએફએ જેસલમેરના સરહદી વિસ્તારોમાં ડિમોગ્રાફીને લઈને એક અભ્યાસ કર્યો હત અને તેમાં ખુબ જ ચોંકાવનારી વાતો સામે આવી હતી. લોકોની હેરસ્ટાઈલથી લઈને પહેરવેશ સુધીમાં રાજસ્થાની સંસ્કૃતિ ગાયબ થઈ રહી છે. આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, અન્ય સમુદાયની સરખામણીમાં જેસલમેર બોર્ડર પર મુસલમાનોની વસ્તીમાં લગભગ ૨૨.૨૨ ટકાનો વધારો નોંધાયો છે.

બીએસએફએ પોતાના અહેવાલ દ્વારા જેસલમેર બોર્ડર પર મુસલમાનોની વસ્તીને લઈને સાવચેત કર્યા છે. જોકે અહીં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે પછી કોઈ એવી ગતિવિધિ સામે આવી નથી જે રાષ્ટ્રહિત માટે જોખમકારક હોય. બીએસએફના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં રહેતા હિંદુઓ અની મુસલમાનો વચ્ચે અત્યાર સુધીમાં કોઈ વિવાદ પણ નથી સામે આવ્યો. બંને સમુદાયો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે અને તેઓ પોતપોતાના કામ ધંધાઓ પણ સાથે મળીને કરે છે.

બીએસએફએ પોતાના અભ્યાસમાં હિંદુઓના એ રાઈટ વિંગ સંગઠનો વિષે પણ ચર્ચા કરી છે. મુસ્લીમ સમુદાય હંમેશાથી આ સંગઠનોની વિરૂદ્ઘ રહ્યો છે. અહેવાલ અનુંસાર હિંદુ રાઈટ વિંગ સંગઠનોની ગતિવિધિઓના કારણે મોહનગઢ, નચના અને પોખરણમાં રહેતા હિંદુ પોતાના ધર્મને લઈને હવે વધારે ચિંતિત બન્યાં છે. આ પ્રકારના સંગઠનોમાં લોકોની ભાગીદારી દિવસેને દિવસે વધી રહી છે. આ સંગઠનો પણ ટ્રેનિંગથી લઈને શિક્ષણ સહિતની બાબતોમાં મદદ કરી રહ્યાં છે. જોકે તેમ છતાંયે બ્ંને સમુદાયો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિખવાદ હજી સુધી સામે આવ્યો નથી.(૨૧.૯)

(11:43 am IST)