Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઈન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન ડો. જુમાના નગરવાલા જામીન ઉપર જેલમુક્‍ત : સગીર કન્‍યાઓની સુન્નત કરવાના આરોપસર જેલમાં મોકલાયેલા ડો. જુમાનાને ૪.૫ મિલીયન ડોલરના અનસિક્‍યુર્ડ જામીન સાથે મુક્‍ત કરાયા : જુન ૨૦૧૮ માં કોર્ટમાં હાજર થવાની સુચના સાથે હોટલમાં નિગેહબાની હેઠળ રહી શકશે

ડેટ્રોઈટ : અમેરિકામાં ડેટ્રોઈટ, મિચીગન સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન ડો. જુમાના નગરવાલાને ૪.૫ મિલીયન ડોલરના અનસિક્‍યુર્ડ બોન્‍ડ સાથે જેલમુક્‍ત કરાયા છે. તેમના ઉપર સગીર કન્‍યાઓની સુન્નત કરવાના આરોપો છે. તેમના મિત્રો તથા સંબંધીઓએ આપેલી લેખિત બાંહેધરી મુજબ તેઓ આાગામી મુદતે કોર્ટમાં હાજર ન થાય તો ૪.૫ મિલીયન ડોલર ચૂકવવાની જવાબદારી લીધી છે. જે ડેટ્રોઈટ કોર્ટના અત્‍યાર સુધીના સૌથી મોટા અનસિક્‍યુર્ડ બોન્‍ડ છે. જેમાં રકમ અગાઉથી જમા કરાવવાની હોતી નથી. પરંતુ જો આરોપી કોર્ટમાં મુદતે હાજર ન થાય અથવા કોર્ટની શરતોનું ઉલ્લંઘન કરે તો ચુરવવા પાત્ર હોય છે.

ડો. જુમાનાને તેના પિતા સાથે હોટલમાં રહેવાની મંજુરી આપવામાં આવી છે. તથા તેના બાળકોને પોલીસની નિગેહવાની હેઠળ મળી શકશે તેમ જણાવાયું છે. તેમને જુન ૨૦૧૮ માં કોર્ટમાં હાજર થવાનું ઉરમાન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:00 pm IST)