Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પાકિસ્તાન યુનિવર્સિટી પાસે ત્રાસવાદી હુમલોઃ ૯ વિદ્યાર્થીઓના મોત

હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાને સ્વીકારીઃ અંધાધૂંધ ગોળીબાર ચાલુ :પેશાવર શહેરમાં આપાતકાળની ઘોષણાઃ સેનાનું ઓપરેશન ચાલુઃ ૩૦ને ઇજા

પેશાવર તા. ૧ : પેશાવર યુનિવર્સિટી રોડ પર કૃષિ નિયામકની કચેરીની અંદર આતંકી હુમલો થયાના સમાચાર છે. આતંકીઓની તરફથી કરાયેલ ગોળીબારમાં અત્યાર સુધીમાંઙ્ગ૧૧ઙ્ગવિદ્યાર્થી ઘાયલ થયા છે. સ્થાનિક માડિયીના મતે ૩ આતંકીઓએ યુનિવર્સિટીની નજીક નિર્દેશાલયમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. સૂત્રોનું કહેવું છે કે હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાને સ્વીકારી છે. પેશાવર એડમિનિસ્ટ્રેશન એ શહેરમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે અને યુનિવર્સિટીની તરફથી આવનાર રસ્તાને બંધ કરી દીધા છે.

પેશાવર કેપિટલ સિટી પોલીસ ઓફિસર તાહિર ખાન આતંકીઓની વિરૂદ્ઘ ઓપરેશનની નેતૃત્વ કરી રહ્યા છે. સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે ગોળીબાર ચાલુ છે. પોલીસના મતે યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક રોકી દીધો છે. ઇજાગ્રસ્તોને ખૈબર ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે અને હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. સમાચારનું માનીએ તો સુરક્ષાબળ હજુ હુમલાખોરોની સંખ્યાને લઇ આશ્વસ્ત નથી અને તે ૩દ્મક વધુ પણ હોઇ શકે છે.

પ્રત્યક્ષ જોનારાઓએ કહ્યું કે, સવારે ૮.૧૫ વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો, જયારે તેઓ સૂઇ રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કહ્યું કે તે અને તેનો મિત્ર ગોળીબારનો અવાજ સાંભળીને ભાગવાની કોશિષ કરી રહ્યો હતો પરંતુ તેના બે મિત્ર ફાયરિંગમાં ઘાયલ થયા. છેલ્લાં એક સપ્તાહમાં પેશાવરમાં આ બીજો આતંકી હુમલો છે. આની પહેલાં શહેરના હયાતા બાદમાં સુસાઇડ એટેકમાં સિનિયર પોલીસ ઓફિસર મોહમ્મદ અશરફ નૂર શહીદ થયા.

(4:56 pm IST)