Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


રાજ બબ્બરે ભાંગરો વાટયોઃ જૈન હોવા છતાં ખુદને હિંદુ ગણાવે છે અમિત શાહ

અમદાવાદ તા. ૧ : રાહુલ ગાંધીની સોમનાથ યાત્રા બાદ ઉભો થયેલો હિન્દુ-બિનહિન્દુ વિવાદમાં હવે નવો ફણગો ફૂ્ટ્યો છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરે અમિત શાહ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. નેતા રાજ બબ્બરે કહ્યું કે, શાહ ખુદને હિન્દુ બતાવે છે, જયારે કે હકીકતમાં તેઓ જૈન છે. રાજ બબ્બરે કહ્યું કે, અમિત શાહ નક્કી કરે જૈન છે કે હિન્દુ. પરંતુ અમિત શાહ વૈષ્ણવ વણિક છે અને વૈષ્ણવ વણિક હિન્દુ ગણાય છે.

કોંગ્રેસના સીનિયર નેતા રાજ બબ્બરે અમિત શાહ પર જવાબી હુમલામાં કહ્યું કે, અમિત શાહ ખુદને હિન્દુ કહે છે. પરંતુ તેઓ તો જૈન છે. જયા સુધી રાહુલ ગાધીનો સવાલ છે, શિવ ભકિત તેમના પરિવારમાં લાંબા સમયથી થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાધી પણ રૂદ્રાક્ષ પહેરતા હતા, જે માત્ર શિવભકત જ પહેરે છે.

રાજ બબ્બરનું આ નિવેદન રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત બાદ ઉભા થયેલા વિવાદો અંગે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથી મુલાકતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ બબાલ શરૂ થઈ હતી. સોમનાથ મંદિરના રજિસ્ટર્ડમાં નોંધણી સમયે રાહુલ ગાંધીએ બિન-હિન્દુના રજિસ્ટરમાં નોંધ કરી લેતા આ આખો મુદ્દો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેનો ખુલાસો કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કર્યો હતો. સૂરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીના સોમનાથ દર્શનને લઈને ખોટો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાધી જનોઈધારી હિન્દુ છે. વિઝીટર બૂકમાં ખોટી એન્ટ્રી થઈ છે.

(4:53 pm IST)