Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

૨૦૧૮માં ભારતમાં મોંઘા થશે પેટ્રોલ - ડીઝલ શું હશે કારણ?

ફ્રુડ ઓઇલની કિંમત આવનારા સમયમાં સતત વધી શકે છે : ઓપેક, નોન - ઓપેકની બેઠકઃ ઉત્પાદનનો ઘટાડો ચાલુ રાખવા નિર્ણય

વિએના તા. ૧ : ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કંટ્રીઝ (OPEC)એ ગુરુવારે એક મીટિંગમાં તેલ ઉત્પાદનમાં ઘટાડાને ૨૦૧૮ના અંત સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય સતત ગગડી રહેલી ક્રૂડ ઓઈલની કિંમતોને રોકવાનો છે. તેનો સીધો મતલબ એવો છે કે ક્રૂડ ઓઈલની કિંમત આવનારા સમયમાં સતત વધી શકે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર તેની અસર નિશ્ચિત રીતે જોવા મળી શકે છે.

ઓપેકના વિએના સ્થિત હેડકવાર્ટરમાં થયેલી બેઠકમાં ઘણાં કલાકો સુધી ચર્ચાઓ ચાલ્યા પછી તેના પર સમહમતી સધાઈ હતી. જોકે, આ બેઠકમાં એ વાત પર સહમતી નથી બની કે લીબિયાના ઓઈલ આઉટપુટને કંટ્રોલ કરવા માટે પ્રોડકશન કટ કરવાની જરૂરિયાત છે કે નહીં. આપને જણાવી દઈએ કે લીબિયા હજુ આંતરિક સ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ૧૪ સભ્યોની ઓપેક નોન-ઓપેક મેમ્બર દેશોની સાથે સંયુકત રીતે પ્રોડકશન કટને લઈને બેઠક કરવા જઈ રહ્યા છે. ઓપેક દેશોનું નેતૃત્વ રશિયા કરશે. રશિયા આ વર્ષે ઓપેક દેશોની સાથે મળીને પ્રોડકશન કટ કર્યું હતું. તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટના નુકસાનથી બહાર લાવવા માટે સતત પ્રોડકશન કટની વકીલાત કરી રહ્યું છે.

આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૬૦ ડોલરથી વધુ થઈ ગઈ છે. પ્રોકશન કટ કરવાની ડીલમાં અમેરિકા જોડાયું નથી. રશિયાને ડર સતાવી રહ્યો છે કે કયાંક પ્રોડકશન કટના કારણે તેલની વધેલી ડિમાન્ડને પૂરી કરવા માટે અમેરિકા પોતાના ત્યાં ઉત્પાદન વધારી ન દે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાની આ કોશિશ કેટલીક સફળ થશે તે ઓપેક મેમ્બર કંટ્રીઝ અને નોન ઓપેક કંટ્રીઝના વલણ પર સંપૂર્ણ રીતે નિર્ભર છે.

(4:50 pm IST)