Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કોંગ્રેસના નેતા સિંઘવી પર રીલાયન્સ કરશે કેસ

૫ હજાર કરોડનો માનહાનિ કેસ કરવાની તૈયારીમાં અનિલ અંબાણી

નવી દિલ્હી તા. ૧ : અનિલ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ સમૂહનું કહેવું છે કે, તેઓ ખોટા અને બદનામ કરતા નિવેદન અંગે કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવી વિરૂધ્ધ ૫૦૦૦ કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરશે. રિલાયન્સ સમુહના પ્રવકતાએ કહ્યું, અભિષેક સિંઘવીએ રિલાયન્સ સમુહ વિરૂધ્ધ ખોટું, અપમાનજનક અને નિંદનીય નિવેદન આપ્યું છે. અમે આ પ્રકારના ખોટા અને અપમાનજનક નિવેદન અંગે સિંઘવી વિરૂધ્ધ ૫૦૦૦ કરોડ રૂપિયાનો કેસ કરીશું.

અગાઉ સિંઘવીએ નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા ઉદ્યોગપતિઓની લોન માફ ન કરવાની વાતને લોકોને મૂખ બનાવતું નિવેદન ગણાવ્યું. તેઓએ કહ્યું કે, નાણામંત્રી જેટલી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. સિંઘવીએ દાવો કર્યો કે, સરકારે જાણી જોઇને પૈસા પાછા નહિ આપનારના ૧.૮૮ લાખ કરોડ રૂપિયાનું દેવું બંધ ખાતામાં નાખી દીધા.

અમે બધા જાણીએ છીએ કે, શીર્ષ ૫૦ કંપનીઓ પર બેંકોનું ૮.૩૫ લાખ કરોડ રૂપિયા બાકી છે અને તેમાંથી ગુજરાતની ત્રણ કંપનીઓ રિલાયન્સ - અનિલ અંબાણી, અદાણી તથા એસ્સાર ગ્રુપ પર ત્રણ લાખ કરોડનું દેવું બાકી છે.

સિંઘવીએ કહ્યું તેમાંથી એકે ગયા મહિને સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તેઓ પોતાનો ટેલીકોમ્યુનિકેશન કારોબાર બંધ કરશે. જેના પર ૪૫૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે.

(4:31 pm IST)