Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વિકાસની વાત કરવી હોય તો કહો કે ર૦ લાખ નોંધાયેલા બેકારો માટે શું કરશો? ખેડુતોને પોષણક્ષમ ભાવ કયારે?

પદ્માવતી ફિલ્મ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની ડો. તોગડિયાની માંગણી : ગુજરાતમાં ૪પ૦૦૦ નાના ઉદ્યોગો બંધઃ રાજકીય પક્ષો નકકી કરે કે ચૂંટણી હિન્દુત્વના મુદ્દે લડવી છે કે વિકાસના મુદ્દે ?

રાજકોટ તા. ૧ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડિયાએ ગુજરાતના રાજકીય પક્ષોને ચૂંટણી કયા મુદ્દે લડવા માંગે છે. તે નકકી કરવા અનુરોધ કયો ર્છ.ે તેમણે કેન્દ્ર સરકાર પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકે તેવી માંગણી કરી  છે.

ડો. તોગડિયાએ જણાવેલ કે ગુજરાતના રાજકીય પક્ષોએ નકકી કરવુ જોઇએ કે કયા મુદ્દા પર ચૂંટણી લડવા માગે છે. હિન્દુત્વના મુદ્દા પર કે વિકાસના મુદ્દા પર ? જો હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી લડવા માંગતા હોય તો ગૌહત્યા બંધીનો કાયદો કેમ નહિ ? હિન્દુત્વ માટે શું કર્યું? વિકાસની વાત કરવી હોય તો કહો કે ગુજરાતમાં ૪પ૦૦૦ નાના ઉદ્યોગો બંધ થયા છે. ર૦ લાખ નોંધાયેલા બેકારો છે. તેને રોજગારી માટેની શું યોજના છે ? સ્વામીનાથન સમિતીએ સૂચવ્યા મુજબ ખેડુતોને ખેત ઉપજના દોઢગણા ભાવ કયારે મળશે? ખેડુતોને મગફળી અને કપાસના મણના રૂા. ૧પ૦૦ ભાવ મળવા જોઇએ ખેડૂતો દેવાથી મુકત થાય તેવી યોજના કરવી જોઇએ છે આ ભાજપ-કોંગ્રેસની નહિ, જનતાના હિતની વાત છ.ે

તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સેનાના જવાનો પર પથ્થરમારો કરનારા લોકો સામેના કેસ પાછા ખેચવાની વાત થતી હોય તો ર૦૦રમાં તોફાનો વખતે જે નિર્દોષ હિન્દુઓ પર ખોટા કેસ કરેલ છે. તેને છોડી દેવા જોઇએ.

(4:16 pm IST)