Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


પડયા પર પાટુઃ આજથી રાંધણગેસ મોંઘો

નવી દિલ્હી : દેશની જનતા ઉપર ફરી એક વખત મોંઘવારીનો માર પડયોઃ ઓઇલ કંપનીઓએ બીન સબસીડીવાળા રાંધણગેસના ભાવમાં પ્રતિ સીલીન્ડરમાં રૂ.પનો વધારો કર્યો છેઃ જેને કારણે સીલીન્ડરનો ભાવ ૭૪ર રૂ.થી વધીને રૂ.૭૪૭ થઇ ગયો છેઃ આ સિવાય સબસીડીવાળા સીલીન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નથી કરાયોઃ તે રૂ.૪૯પ.૬પમાં જ મળશેઃ ગયા મહિને બીન સબસીડીવાળા રાંધણગેસમાં રૂ.૯૩.પ૦નો વધારો કરવામાં આવ્યો હતોઃ નવા ભાવ આજથી લાગુઃ ભાવ વધવાની અસર નાના અને મધ્યમવર્ગ ઉપર પડશેઃ બીન સબસીડીવાળો બાટલો દિલ્હીમાં ૭૪૭માં તો મુંબઇમાં ૭૧૯માં મળશેઃ જયારે ૧૯ કિલોવાળા બાટલાનો ભાવ ૧૩૧૮ થઇ ગયો છેઃ જે અગાઉ ૧૩૧૦ હતોઃ કોમશીયલ ગેસ સીલીન્ડરમાં રૂ.૧ર વધ્યા હોવાનું જાણવા મળે છે.

 

(2:57 pm IST)