Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


પેટનો દુખાવો મટાડવા ઊંટવૈદું કરતા હકીમે ગુદામાં સ્ટીલનો ગ્લાસ ખોસી દીધો

ભોપાલ તા.૧: મધ્ય પ્રદેશના સતના શહેર પાસેના એક અંતરિયાળ ગામડામાં રહેતા ૬૦ વર્ષના એક ખેડૂતને ઘણા વખતથી પેટમાં ઝીણો દુખાવો થતો હતો. સસ્તામાં કામ પતે એ માટે તેઓ ગામમાં જ ઊટવૈદું કરતા એક હકીમ પાસે પહોંચી ગયા. પેલાએ કેટલીક ફાકીઓ લખી આપી અને સાથે મળદ્વારની અંદર એક લાંબો સ્ટીલનો ગ્લાસ ખોસી દીધો. એ પછી તો તેમના પેટની હાલત વધુ બગડી. પેલો હકીમ તો ત્યાંથી રફુચક્કર થઇ ગયો, પેટમાં ખેડૂતકાકાની હાલત ખરાબ થઇ ગઇ. પેટમાં ચૂક અને દુખાવો વધતાં ગયા અને ઊલટીઓ થવા લાગી. ખાવાનું ઓલમોસ્ટ બંધ થઇ ગયું. કાકા એટલા ડરી ગયેલા કે તેમણે હકીમ પાસે કરાવેલા કારનામાની વાત કોઇનેય કહી નહી. આખરે જયારે તેમની હાલત કથળી ત્યારે તેમને સતનાની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. એન્ડોસ્કોપી અને એકસ-રે કરતાં ડોકટરોને જે ખબર પડી એ દરદીના પરિવારજનોના માન્યામાં આવે એવું નહોતું. આખરે ડોકટરોએ સર્જરી કરીને સ્ટીલનો ગ્લાસ કાઢ્યો અને હવે કાકાની હાલત સુધારા પર  છે.

(5:11 pm IST)