Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

LICની ઊંચા વ્યાજ ધરાવતી જીવન અક્ષય યોજના બંધ થશે

મુંબઇ તા. ૧ : લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) ડિસેમ્બર મહિનાથી તેની કમાઉ જીવન અક્ષય પ્રોડ્કટનું વેચાણ બંધ કરશે એમ જાણવા મળે છે. વર્તમાન સ્તરે આ યોજના પર મળતા ઊંચા રિટર્નને વધુ લાંબા સમય સુધી જાળવી શકાય તેમ નથી એમ જણાવીને સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી યોજના નવા ઘટાડેલા દર સાથે લોન્ચ કરવામાં આવશે જે વર્તમાન બેન્કો દ્વારા ઓફર કરાતા રેટને સમકક્ષ હશે. હાલ આ યોજના પર વર્ષે ૭.૫ ટકાનું વળતર પ્રાપ્ત થાય છે. સિંગલ પ્રીમિયમ યોજના દ્વારા એલઆઇસીએ લગભગ રૂ.૧૦,૦૦૦ કરોડની રેવેન્યૂ કરી હતી અને છેલ્લા બે વર્ષમાં રૂ.૨૨,૦૦૦ કરોડ ઊભા કર્યા હતા એમ સૂત્રોનું જણાવવું હતું. એક એલઆઇસી અધિકારીના જણાવ્યા અનુસાર, ૧લી ડિસેમ્બરથી વર્તમાન ૭.૧ ટકા વ્યાજ ધરાવતી આ યોજનાને પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફરીથી તે ૬થી ૬.૫ ટકા જેવા વ્યાજદર સાથે તરતી મૂકવામાં આવશે, જે ઇરડાના નિયમને આધારીત રહેશે.

 

(11:55 am IST)