Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જ્યોતિ અને ટીમ કાલથી ગુજરાતમાં

ચૂંટણીની તૈયારીઓનું કરશે નિરીક્ષણ

નવી દિલ્હી તા. ૧ : મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જયોતિ અને તેમની ટીમ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવશે. ૨ થી ૪ ડિસેમ્બર દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર ૨ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે.

તેઓ ચૂંટણી પંચની તૈયારીઓ, આચારસંહિતાનું અમલીકરણ, મળેલી અને નિકાલ થયેલી ફરિયાદો, મતદાન કેન્દ્રો, મતદાર યાદી, ઉમેદવારીની સ્થિતિ, વીએમ-વીવીપેટ મશીન સહિતની વ્યવસ્થા તથા કર્મચારીઓની ફાળવણી, ઓબ્ઝર્વર નિમણૂક, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલાં પગલાં સહિતની બાબતોની સમીક્ષા કરાશે.

આ સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિની પણ ચૂંટણી પંચ સમીક્ષા કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ટીમ ગુજરાતની મુલાકાત લેશે. બીજા તબક્કાનું મતદાન ૧૪ ડિસેમ્બરે શરૂ થાય તે પહેલા પણ ગુજરાતની મુલાકાત લેશે.

આ ટીમ રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજે તેવી શકયતા છે અને તેમની સાથે આચારસંહિતા પર ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના ૧૦ સભ્યો

ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણીને લગતી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

(11:51 am IST)