Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મીણની બનેલી આ હસ્તીઓમાં પણ ગજબની જીવંતતા

આજે દિલ્હીમાં મેડમ ટુર્સોનું મીણના પુતળાઓનું મ્યુઝિયમ ખુલવાનું છે. મ્યુઝિયમમાં રનર મિલ્ખાસિંહ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર, કપિલ દેવ, શહીદ ભગતસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભુતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, શોમેન રાજ કપુર, એકટ્રેસ મધુબાલા, એકટર રણબીર કપુર અને દબંગ સલમાન ખાનના પુતળા પણ જોવા મળશે. મ્યુઝિયમમાં જાણીતી હસ્તીઓના પ૧ લાઇફ-સાઇઝ પુતળા રાખવામાં આવ્યા છે. મેડમ ટુર્સોનું વિશ્વનું આ ર૩મું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં પુતળાઓને જે રીતે એકશનમાં દેખાડવામાં આવ્યા છે. એવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.

 

(11:40 am IST)