Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પ ડીસેમ્બર મંગળવારે રાહુલ ગાંધી વિધિવત કોંગ્રેસનું સુકાન સંભાળશે

મનમોહન સીંધ-એન્ટની ઠરાવ મૂકશેઃ નવી ઓફિસને આખરી ઓપઃ ર૪ અકબર માર્ગ ઉપર આવેલ કોંગ્રેસ હેડકવાટરની સજાવટનો ધમધમાટ

નવી દિલ્હી તા. ૧ : પ્રમુખપદે ચૂંટણીનું જાહેરનામું બહાર પડયું: ઉમેદવારી પત્ર ભરવાનું શરૃઃ ૪ થી ડીસેમ્બર સોમવારે સવારે રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવશેઃ તેમના ઉમેદવારી પત્રમાં પ્રસ્તાવ મૂકનાર તરીકે મનમોહનસિંઘે અને પૂર્વ સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટની હસ્તાક્ષર કરશેઃ જો કે એન્ટનીને માથામાં ઇજા સાથે હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે એટલે છેલ્લી ઘડીએ બીજા પ્રસ્તાવક-ઠરાવ મૂકનાર તરીકે પૂર્વ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમ્ સહી કરે તેવી સંભાવના છે. બીજા કોઇનુ ઉમેદવારી પત્ર આવે તેવી સંભાવના નહિ હોવાથી પમી ડીસેમ્બર મંગળવારે રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષપદે બિનહરીફ જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળે છ.ે

અધ્યક્ષ બનવા સાથે રાહુલ ગાંધી હાલની ઉપાધ્યક્ષની ઓફિસને બદલે તેમના માટે નવી ઓફિસ તૈયાર થઇ છે જે માટે પોર્ચમાં આવેલ ૩ મહામંત્રીઓના રૂમ અને મિડીયા બ્રીફીંગ રૂમનો ઉપયોગ કરાયો છે. હોલનો પણ નવો ઓપ અપાયો છે. રાહુલ ગાંધીની ઓફીસને તેની સોશ્યલ મિડીયા અને રાહુલ ગાંધીના કાર્યાલયનું કામકાજ સંભાળી રહેલ ટીમની ઓફિસો સાથે લીન્ક કરી દેવામાં આવશે.

(11:39 am IST)