Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


આવતા અઠવાડિયે સોનિયાજી આવે છે

આદિવાસી વિસ્તારોમાં ૪ અને શહેરી વિસ્તારમાં એક સભાઃ પ્રથમ પ્રવાસ

નવી દિલ્હી તા. ૧ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આગામી સપ્તાહે ગુજરાતના આદિવાસી વિસ્તારની બે દિવસીય મુલાકાતમાં પાંચ જાહેરસભાને સંબોધન કરે તેવી શકયતા છે.

આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષતાની લોકપ્રિયતા જોઈને તેમની મુલાકાતનું આયોજન થઈ રહ્યું હોવાનું કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું છે. સોનિયા ગાંધી ચાર સભા આદિવાસી વિસ્તારમાં જયારે એક સભા શહેરી વિસ્તારમાં કરશે. ગુજરાતની ચૂંટણીમાં શ્રીમતી ગાંધીનો આ સૌ પ્રથમ પ્રવાસ હશે.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં જયાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર થાય તેવી શકયતા ધરાવતી બેઠકોમાં સોનિયા ગાંધી એક દિવસમાં બબ્બે સભાને સંબોધન કરશે.

સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત હોવાથી તેઓ આ વખતે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સક્રિય નથી, પરંતુ તેમના પુત્ર અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળ્યો છે.

(11:38 am IST)