Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમેરિકામાં નાગરિકતા લેવામાં ભારતીયો બીજા ક્રમે

અમેરિકાએ આ વર્ષે ૭.૩૩ લાખ લોકોને પોતાના દેશની નાગરિકતા આપી

મુંબઈ તા. ૧ : અમેરિકાના હોમલેન્ડ સિકયોરિટી વિભાગ (DHS)એ હાલમાં એક ડેટા જાહેર કર્યો છે, જેમાં દર્શાવ્યું છે કે આ વર્ષે તેમણે કુલ કેટલાક લોકોને પોતાના દેશની નાગરિકતા આપી છે. આ ડેટા મુજબ અમેરિકામાં નાગરિકતા મેળવવામાં ભારતીયો બીજા નંબર પર છે. ૨૦૧૬ નાણાકિય વર્ષ (૧ ઓકટોબર ૨૦૧૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬)માં અમેરિકાની સરકારે કુલ ૪૬,૦૦૦ ભારતીયોને પોતાના દેશની નાગરિકતા આપી છે. જોકે, આ લાઈનમાં મેકિસકોના લોકો સૌથી આગળ છે. અમેરિકાએ આ વર્ષે ૭.૩૩ લાખ લોકોને પોતાના દેશની નાગરિકાત આપી છે, જેમાં ભારતીય નાગરિકોની સંખ્યા લગભગ ૬ ટકા છે.

પાછલા બે વર્ષમાં અમેરિકાની નાગરિકતા મેળવવામાં દર વર્ષે બદલાવ જોવા મળી રહ્યા છે. કારણ કે અમેરિકાએ વર્ક વીઝાને લઈને પોતાના નિયમો કડક બનાવી દીધા છે, તેના કારણે આ વખતે અહીં અરજદારોમાં ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે અમેરિકાની નાગરિકતા મેળવવાની ઈચ્છા રાખનારા સૌથી વધુ મેકિસકન લોકોએ અરજી કરી હતી. તેમાં મોટા ભાગની અરજીઓને નકારવામાં આવી છે, કારણ કે આ લોકોએ સરકારને અહીં વસવા માટેનું કારણ જણાવ્યું હતું તે યોગ્ય નહોતું.

આ વર્ષે લગભગ ૯.૭૨ લાખ લોકોએ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી. જોકે, પાછલા વર્ષની સરખામણીમાં આ ૨૪ ટકા વધુ છે, જયારે ૨૦૧૫ની સરખામણીમાં ૨૦૧૪ઘ આંકડા જોવા જઈએ તો તેમાં માત્ર ૧ ટકાનો મામુલી ઉછાળ આવ્યો હતો.

સમાન્ય રીતે અહીં ગ્રીન કાર્ડ મેળવવા માટે બીજા દેશના નાગરિકો અહીં નાગરિકતા મેળવવા માટે અરજી કરે છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ લઈ ચૂકેલા લોકો અહીં લાંબો સમય સુધી કામ કરી શકે છે. આ દિવસોમાં અમેરિકા પોતાના દેશની નોકરીઓ પોતાના નાગરિકોને આપવા પર વધુ ફોકસ કરે છે. એવામાં બીજા દેશના અને ગ્રીન કાર્ડ લઈ ચૂકેલા લોકો અહીંની નાગરિકતા મેળવવાની કોશિશ કરે છે.

બિન-લાભકારી સંગઠન એશિયન અમેરિકન્સ એડ્વાન્સિંગ જિસ્ટસના અધ્યક્ષ જોન સી યાંગ મુજબ, 'ભારતીય અહીંની નાગરિકતાની કિંતમને સૌથી વધુ સમજે છે. અહીના નાગિરક બન્યા પછી તેમને સુરક્ષાના કેટલાક નિશ્ચિત અધિકારો મળે છે. જેવા કે વોટ આપવાનો અધિકાર, નોકરી અને વધુ અવસરોની સાથે-સાથે અમેરિકાનું નાગરિકત્વ મળવાનો અધિકાર તેમને મળે છે. માટે તેઓ અહીંની નાગરિકતા મેળવવા ઈચ્છે છે.'

નેશનલ પાર્ટનરશિપ દ્વારા જારી કરાયેલા 'ન્યુઅમેરિકન્સ' રિપોર્ટ મુજબ, પાછલા બે વર્ષમાં અમેરિકાની નાગરિકતા મેળવવાની ફાઈલોની સંખ્યામાં ૭૭ ટકાનો વધારો થયો છે. જૂન ૨૦૧૭ સુધી જ વિભાગ પાસે ૭.૦૮ લાખ લોકોની અરજીઓ વિચારાધીન છે. બે વર્ષ પહેલા આ મામલાની સંખ્યા માત્ર ૪ લાખ હતી.

(11:33 am IST)