Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

‘‘૮૫૯૬ માઇલ્‍સઃ માય લીપ ઓફ ફેઇથ, માય જર્ની'': ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. રાજશ્રી લિખિત પુસ્‍તકઃ ૧૯૮૨ની સાલથી કેલિફોર્નિયા સ્‍ટેટની જેલના કેદીઓના ફીઝીશીયન તરીકેના અનુભવોનું રોમાંચક વર્ણન

કેલિફોર્નિયાઃ ‘‘૮૫૯૬ માઇલ્‍સઃ માય લીપ ઓફ ફેઇથ, માય જર્ની'' યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલ ફોલ્‍સોમની જેલના કેદીઓના ફીઝીશીયન તરીકે સેવાઓ આપનાર સૌપ્રથમ મહિલા ફીઝીશીયન ઇન્‍ડિયન અમેરિકન ડો. રાજશ્રી ગૌટોન્‍ડેએ લખેલ ઉપરોક્‍ત પુસ્‍તકમાં તેમણે પોતાના જીવનના તથા કેદીઓના ફીઝીશીયન તરીકેના અનુભવોનું વર્ણન કર્યુ છે. આ પુસ્‍તક ૧૬ ડિસેં.થી એમેઝોન દ્વારા ઉપલબ્‍ધ બનશે.

ચેન્‍નાઇના વતની તથા લગ્ન કરી ૧૯૮૨ની સાલથી ઉપરોક્‍ત જેલના કેદીઓના ફીઝીશીયન તરીકે સેવાઓ આપતા ડો.રાજશ્રી ઇન્‍ટર્નલ મેડિસીન, એડમિનીસ્‍ટ્રેટીવ મેડિસીન, પબ્‍લીકન હેલ્‍થ, તથા કરેકશનલ હેલ્‍થ કેર ક્ષેત્રે સ્‍પેશીઅલાઇઝેશન ધરાવે છે. તથા લગ્ન કરી અમેરિકા ગયા પછીની રોમાંચક કારકિર્દીનું તેમણે ઉપરોકત પુસ્‍તકમાં વર્ણન કર્યુ છે.  

 

(9:41 pm IST)