Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કેનેડાના કયુબેક શહેરમાં છરીમારી બે લોકોને મોતને ઘાટ ઉતારાયા

હુમલામાં સંડોવાયેલ શખ્‍સને પકડવા પોલીસ એલર્ટ બની

ક્યુબેક: ફ્રાન્સ  બાદ કેનેડામાં છૂરાબાજીની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકૂથી હુમલો કર્યો અને ઓછામાં ઓછા બે લોકોના જીવ લીધા. હુમલામાં સંદિગ્ધને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી દીધી છે.

કેનેડાના ક્યુબેક સિટીમાં એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો. હુમલાખોર મધ્યકાલીન યોદ્ધાઓના પોષાકમાં હતો. હુમલા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. હુમલો હેલોવીનના પ્રાંતીય વિધાયિકા પાસે થયો.

સ્થાનિક પોલીસે હુમલાખોરની ધરપકડ માટે મોટું અભિયાન ચલાવ્યું છે. પોલીસે અલર્ટ જાહેર કરતા લોકોને પાર્લિયામન્ટ હિલ વિસ્તારમાં જવાથી બચવાનું કહ્યું છે. પોલીસે કહ્યું કે હુમલાખોર વિસ્તારમાં ક્યાંય પણ છૂપાયેલો હોઈ શકે છે. આવામાં વિસ્તારમાં જવું જોખમી સાબિત થઈ શકે છે.

(1:41 pm IST)