Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મેં મહિનામાં જ જાસૂસીને લઈને સરકારને જાણ કરી હતી : વોટ્સએપના પ્રવક્તાનો દાવો

વોટ્સએપના યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા

 

નવી દિલ્હી : વોટ્સએપની જાસૂસીને લઈને ધમાસાણ મચ્યું છે ભારત સરકારે જાસૂસીના મામલાને ગંભીરતાથી લેતા કંપની પાસે જવાબ માંગ્યો છે જેને લઈને વોટ્સપેપ કંપનીના પ્રવક્તાએ જવાબ આપ્યો છે તેઓએ કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા છે કે વોટ્સએપ યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષાનો ખ્યાલ રાખવો

  વોટ્સએપ પ્રવક્તાએ જણાવ્યું કે અમે જલ્દી સમસ્યાનું સમાધાન કાઢશું, ઉપરાંત તેઓએ કહ્યું કે અમે સરકારને જાસૂસી અંગે મેં મહિનામાં સૂચિત કરી દીધી હતી સાથે તેઓએ કહ્યું કે અમે ભારત સરકાર સાથે સહમત છીએ,અમે પણ સુરક્ષાને નબળી કરનાર હેકરથી વોટ્સએપ યુઝર્સને બચાવી શકીએ છીએ અમારા દ્વારા પ્રદાન કરાયેલ પ્રોડક્ટના માધ્યમથી  તમામ ઉપયોગકર્તાના સંદેશની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છીએ

   વોટ્સએપ તરફથી કહેવાયું છે કે તે ઇઝરાયેલની સર્વિલાન્સ ફાર્મ એનએસઓ ગ્રુપ વિરુદ્ધ કેસ દાખલ કરશે જે જાસૂસીના  ખેલ પાછ્ળહોવાનું મનાય છે ફર્મે લગભગ 1400 મહત્વપૂર્ણ લોકોના ફોન હેક કરીને તેની જાસૂસી કરી હતી प्

(12:38 am IST)