Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મહારાષ્‍ટ્રઃ સ્‍પીકર ચૂંટણીમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસનો આ પ્‍લાન બીજેપી માટે ઉભી કરી શકે છે મુશ્‍કેલીઓ

સ્‍પીકર ચૂંટણીના પરિણામો ઘણું બધુ નકકી કરી શકે છે. પ્રદેશમાં શિવસેનાની શરતો પર શિવસેના-બીજેપીની સરકાર બનશે અથવા ફરી શિવસેના એનસીપી સરકાર જેને કોંગ્રેસ આઉટ સાઇટ સપોર્ટ કરશે. શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્‍ચે સંભવિત તાલમેળની ટ્રાયલ પણ થઇ જશે.

એનસીપી કોંગ્રેસ સાથે વાત કરી રહી છે એનસીપી ફિલહાલ શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે પુલનુ કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ એનસીપી પ્રમુખ શરદ પવાર ઇચ્‍ચે છે કમે સ્‍પીકર એમની પાર્ટીના હોય.

ત્રણેય પાર્ટીનુ હાલમાં તો લક્ષ્ય એ છે કે બીજેપીને વિધાનસભા સ્‍પીકર ચૂંટણીમાં પછાડી ફજેતો કરવો જે પ્રક્રિયાને લઇ સૌથી પહેલા પ્રોટર્મ સ્‍પીકર બનશે આ પદ હંમેશા સિનીયર ધારાસભ્‍યને મળે છે. પ્રક્રિયા મુજબ પ્રોટર્મ સ્‍પીકર બધા ધારાસભ્‍યોને શપથ લેવડાવે છે.

(11:25 pm IST)