Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

અમેરિકી રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પએ વ્‍હાઇટ હાઉસને કહ્યું અલવિદાઃ ન્‍યુર્યોર્કના ગવર્નર બોલ્‍યાઃ સારૂ છૂટકારો મળ્‍યો

વોશિંગ્‍ટનઃ  અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પોતાનું સ્‍થાયી આવાસ બદલવા જઇ રહ્યા છે. જેની ઘોષણા એમણે કરી દીધી છે. ટ્રમ્‍પએ ટવિટ કરી કહ્યું ન્‍યૂયોર્કની જગ્‍યાએ હવે ફલોરિડા એમનુ સરનામુ રહેશે. એમણે કહ્યું ન્‍યૂયોર્કના લોકોએ ખુબ જ પ્રેમ આપ્‍યો. પરંતુ રાજયના નેતાઓએ એમની સાથે પ્રતિવર્ર્ષ કરોડો ડોલરનો ટેકસ ચુકવ્‍યો છતા ગલત વ્‍યવહાર કર્યો.

રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પએ ટવિટ કર્યુ કે ફલોરિડાના પામબીચ પર આવેલ ૧૬૦૦ પેંસિલવેનિયા એવન્‍યુ હવે પોતાના પરિવારનુ સ્‍થાયી સરનામુ રહેશે. આ પહેલા ડોનાલ્‍ડ ટ્રમ્‍પનુ સ્‍થાયીી નિવાસ ન્‍યૂર્યોર્કમાં આવેલ ટ્રમ્‍પ ટાવર હતુ. એમણે જણાવેલ કે મારા દિવલમાં હંમેશા ન્‍યુયોર્ક માટે ખાસ જગ્‍યા રહેશે.

ટ્રમ્‍પના ટવિટ પછી ન્‍યુયોર્કના રાજયપાલએ પણ ટવિટ કર્યુ એમણે લખ્‍યુ સારૂ છુટકારો મળ્‍યો એવું ન હતું કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જ અહીં પર ટેકસ ચુકવતા હતા.

(11:02 pm IST)