Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સંજય નિરૂપમએ શિવસેનાના સમર્થન પર કોંગ્રેસને ચેતવીઃ કહ્યું બીજેપી અને શિવસેનાની જુબાની જંગ ફકત નાટક

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમએ શુક્રવારના પાર્ટી નેતાઓની આલોચના કરી નિરૂપમએ કહ્યું ભાજપા અને તેની સહયોગી શિવસેના વચ્ચે ચાલી રહેલી જુબાની જંગ કંઇ નહિ પણ નાટક છે. કોંગ્રેસે તેનાથી દૂર રહેવું જોઇએ.

મુંબઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ટવિટ કર્યુ કે એમને શું થઇ ગયુ છે ? કોઇ કોંગ્રેસી નેતા શિવસેનાને સમર્થન બારામા વિચાર પણ કેમ કરી શકે ? વિધાનસભા ચૂંટણી ટિકીટ વહેંચણીને લઇ નીરૂપમ પાર્ટીથી નાખુશ હતા. એમણે કહ્યું આ નિરર્થક કવાયત છે.

પૂર્વ મુખ્યમંત્રીઓ અને કોંગ્રેસ નેતા અશોક ચવાણ અને પુથ્વીરાજ ચૌહાણએ કહ્યું હતુ કે જો શિવસેના એમની પાર્ટીનું સમર્થક લઇ સરકાર બનાવવા માગે છે તો એમણે ભાજપતાથી અલગ થવું પડશે.

(10:30 pm IST)