Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મહારાષ્ટ્ર ગુંચ : મુખ્યમંત્રી પદને લઇ શિવ સેના મક્કમ

શિવ સેના એકલા હાથે સરકાર બનાવી શકે : મહારાષ્ટ્રની પ્રજા શિવ સેનાના મુખ્યમંત્રી ઇચ્છે છે : સંજય રાવત કોંગ્રેસ તેમજ એનસીપી વિપક્ષમાં બેસશે : ભાજપ લડાયક

મુંબઇ,તા. ૧ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને જોરદાર મડાગાંઠ પ્રવર્તી રહી છે. શિવ સેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુખ્યપ્રધાન પદને લઇને ખેંચતાણ જારી છે.ભારતીય જનતા પાર્ટી અને શિવ સેના વચ્ચે ખેંચતાણ જારી છે. શિવ સેનાના નેતા સંજય  રાવતે કહ્યુ છે કે જો શિવ સેના ઇચ્છે તો પોતાની તાકાત પર રાજ્યમાં સરકાર બનાવી શકે છે. તેમણે કહ્યુ છે કે જો શિવ સેના ફેંસલો કરે છે તો તેને સ્થિર સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મળી શકે છે. જનતાએ ૫૦-૫૦ની ફોર્મ્યુલા પર સરકાર બનાવવા માટે મત આપ્યા છે. જનતા શિવ સેનાના મુખ્યપ્રધાન ઇચ્છે છે. તેમણે કહ્યુ હતુ કે શિવ સેનાના જ મુખ્યપ્રધાન બનશે. ગુરૂવારના દિવસે સંજય રાવતે એનસીપીના નેતા શરદ પવાર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદથી જ રાજકીય ગરમી વધી ગઇ છે. તે પહેલા રાવતે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના લોકો અહંકાર કરી રહ્યા છે.

                      શિવ સેના સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપીનો ટેકો મેળવી શકે છે. બીજી બાજુ શિવ સેનાના મુખ્યપ્રધાન બનાવવાને લઇને પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ લડાયક દેખાઇ રહ્યા છે. મડાગાંઠ હાલમાં લાંબી ચાલે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે બંને પાર્ટી મક્કમ છે. જો એનસીપી પણ શિવ સેના અને કોંગ્રેસની સાથે આવી જાય તો શિવ સેના સરકાર બનાવી શકે છે. આવી સ્થિતીમાં રાજ્યમાં બિન ભાજપ સરકાર બની શકે છે. જો એનસીપી ભારતીય જનતા પાર્ટીને પણ સમર્થન આપે છે તો સરકાર બની શકે છે. સરકાર બનવા માટે કેટલાક વિકલ્પ રહેલા છે. શિવસેનાના નેતા સંજય રાવતના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ખેચતાણ વધી ગઈ છે. કોંગ્રેસ અને એનસીપી પણ મેદાનમાં આવી ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, તેમની પાર્ટીના નેતા જ મુખ્યમંત્રી બનશે. ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને હજુ સુધી કોઈ વાતચીત થઈ  નથી. તેમણે કહ્યું હતું કે, જો શિવસેના સરકાર બનાવવા નિર્ણય લેશે તો પોતાના આધાર ઉપર જ સીટો પર મેળવી લેશે. સરકારને લઈને તમામ પક્ષોની નજર કેન્દ્રિત થઈ ગઈ છે.

               કોંગ્રેસ પાર્ટીની નજર સરકાર રચવાને લઈને કેન્દ્રિત રહી છે. બીજીબાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સરકાર રચવાને લઈને અંતિમ કવાયતમાં લાગેલા છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું છે કે, તેમની પાર્ટી અને સાથી પક્ષ કોંગ્રેસ વિપક્ષ પર બેસશે. કારણ કે,ભાજપ અને શિવસેના સરકારની રચનાને લઈને મક્કમ છે. મહારાષ્ટ્રમાં હાલમાં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ આ વખતે બહુમતી મળી શકી નથી. જેના લીધે જટિલ સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ વધી ગઈ છે. આ ખેંચતાણનો અંત વહેલી તકે આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. શિવસેના કોઈ પણ રીતે પાર્ટી માટે મુખ્યમંત્રી પદ મેળવવા માટે ઈચ્છુક છે. જ્યારે ભાજપ શિવસેનાની આ માંગ સ્વીકારવા તૈયાર નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટણીમાં ઉભરી છે.

(7:57 pm IST)